Silver Demand : સોનાના રેકોર્ડ ભાવ બન્યા ચાંદી માટે વરદાન, તહેવારોની સિઝનમાં ચમકી ચાંદી!

📅 Published: September 27, 2026 | 📂 Category: Business

ગોલ્ડની સરખામણીમાં ચાંદીની પસંદગી હંમેશાં બીજા નંબરે રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને કિંમતો 1.50 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને વટાવી ગઈ. જેના કારણે ચાંદી હવે ભારતમાં શાનદાર પ્રદર્શન કરવા તૈયાર દેખાઈ રહી છે.

સોનાના ઊંચા ભાવ વચ્ચે ચાંદીની ચમક

સોનાના ભાવ સતત ઊંચા રહેવાથી તે ઘણા મધ્યમવર્ગીય ભારતીય ખરીદદારોની પહોંચ બહાર થઈ ગયું છે. આવામાં ચાંદી ધીમે ધીમે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ઘરેણાં અને મૂર્તિઓથી લઈને ફર્નિચર સુધી, જ્વેલર્સ અને વેપારીઓ ખરીદદારો અને રોકાણકારોને આકર્ષવા માટે ચાંદીની અનેક પ્રકારની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે. ક્યારેક અવગણના પામતી આ ધાતુ હવે 11 ઓક્ટોબરથી શરૂ થતી તહેવારોની સીઝનમાં એક ચમકતા સ્ટાર તરીકે ઊભરી રહી છે.

વધારે રહેશે ચાંદીની ડિમાન્ડ

ઘણા જ્વેલર્સ અને ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ ઈટીના અહેવાલમાં જણાવ્યું કે આ તહેવારોની સીઝનમાં ઘરેણાંની ખરીદીમાં ચાંદીનો હિસ્સો વધવાની શક્યતા છે. સુરતના એસએન જ્વેલર્સના નાગનેશ પચ્ચીગર મીડિયા રિપોર્ટમાં કહે છે કે હું ત્રીજી પેઢીનો ડાયમંડ જ્વેલર છું, પરંતુ આજે હું ડાયમંડ કરતાં વધુ ચાંદીમાંથી કમાણી કરું છું. હવે તેમની વાર્ષિક આવકનો 35 ટકા હિસ્સો ચાંદીમાંથી આવે છે. ભારતમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા છે. આટલા જ પૈસામાં ખરીદદાર લગભગ 650 ગ્રામ ચાંદી ખરીદી શકે છે.
Gold price impact on silver, Silver (1)

ચાંદી જ હવે નવું સોનું

આ વખતે ફેસ્ટિવ સીઝનમાં પચ્ચીગરનું પૂરું ધ્યાન ચાંદી પર છે. ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર આવ્યો છે. તેમણે જણાવ્યું કે મધ્યમ વર્ગના ભારતીયો હવે સસ્તી ગિફ્ટ તરીકે ચાંદીની વસ્તુઓ વધુ પસંદ કરી રહ્યા છે. પચ્ચીગરે કહ્યું કે સ્પષ્ટપણે ચાંદી જ નવું સોનું છે. મને આશા છે કે અમારા વાર્ષિક ચાંદીના વેચાણનો 40 ટકા હિસ્સો માત્ર નવરાત્રીથી શરૂ થતી મહિનો ચાલનારી તહેવારોની સીઝનમાં જ થશે.

ખરીદીમાં 18 ટકાનો થશે વધારો

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આ દિવાળીની સીઝનમાં ચાંદીની ખરીદી ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ 17 થી 18 ટકા વધવાનો અંદાજ છે. સપ્લાયની કોઈ સમસ્યા નથી, કારણ કે સરકારે જુલાઈમાં ચાંદીની આયાત પર લાદેલા નિયંત્રણો હળવા કરી દીધા હતા જે મે મહિનામાં લાદવામાં આવ્યા હતા. આ નિયંત્રણો અમુક અંશે ફોરેન કરન્સી બહાર જતી અટકાવવા માટે મુકાયા હતા. તેની અસર તરત જ જોવા મળી, કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર ઓગસ્ટમાં ચાંદીની આયાત 1 અબજ ડોલર કરતાં વધુ થઈ ગઈ, જે ગયા વર્ષ કરતાં 127 ટકા વધારે છે.

આ પણ વાંચો-KBC 18માં બિગ બી સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ! શાહરૂખ ખાનને લઈને કહી દીધી આ મોટી વાત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *