સ્મૃતિ મંધાનાનો ક્રિકેટ જગતમાં એક નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. તેઓ કેપ્ટન તરીકે પોતાની સફર શરૂ કરી ચૂક્યા છે. તેમની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં ઝિમ્બાબ્વેને 4 વિકેટથી હરાવ્યું. મંધાના T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર છે. તેઓ ક્રિકેટમાં પોતાના રેકોર્ડ્સને લઈને ચર્ચામાં રહે છે, સ્મૃતિ મંધાનાનું ઘર મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલું છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ જણાવવામાં આવ્યું છે કે તેમનું ઘર 5,000 સ્ક્વેર ફીટમાં બનેલું છે, જેને 2 એપાર્ટમેન્ટ જોડીને બનાવવામાં આવ્યું છે.
આલીશાન લિવિંગ રૂમ અને ક્લાસિક ઈન્ટિરિયર
મંધાનાનો લિવિંગ રૂમ ઘણો મોટો છે, જ્યાં લાગેલી મોટી બારીઓમાંથી ભરપૂર તડકો અને તાજી હવા અંદર આવે છે. રૂમમાં બદામી રંગના પડદા, લાકડાનું ફર્નિચર અને બદામી રંગનો સોફો, સફેદ દીવાલ સાથે ખૂબ સરસ લાગે છે. તેમના રૂમમાં રાખેલા સોફા પાસે લાકડાના બેઝવાળો એક વિન્ટેજ લેમ્પ છે.
<a href="
==” target=”_blank”>
==
લિવિંગ એરિયામાં ટ્રોફી વોલ
સ્મૃતિ મંધાનાની જીતેલી ટ્રોફીઓ માટે એક સ્પેશિયલ ટ્રોફી વોલ બનાવવામાં આવી છે, જે લિવિંગ એરિયામાં છે. આમાં તેમની જીતેલી ટ્રોફીઓ, સર્ટિફિકેટ્સ, મેડલ્સ વગેરે રાખેલા છે. મંધાનાના બેડરૂમ વિશે અહેવાલમાં જણાવાયું છે કે તેમાં લાકડાની ફ્રેમ, વોલ આર્ટ, સોફ્ટ ટોય્ઝ, આકર્ષક કુશન અને વુડન ફ્લોરિંગ છે. આમાં વોક-ઇન કબાટ ખાસ છે. અહીં તેમના બેટ્સ માટે એક અલગ જગ્યા છે.
<a href="
==” target=”_blank”>
==
ક્રિકેટર તરીકે સ્મૃતિ મંધાના પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેમના ઘરમાં એક પર્સનલ જિમ છે, જેમાં તમામ મશીનો લાગેલા છે. તેમના ઘરની કિંમત આશરે 34 કરોડ રૂપિયાની આસપાસ જણાવવામાં આવે છે.
10 એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ
અહેવાલ મુજબ સાંગલીમાં જ સ્મૃતિ મંધાનાનું 10 એકરમાં ફેલાયેલું એક શાનદાર ફાર્મહાઉસ પણ છે, જેમાં એક સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ પ્રેક્ટિસ નેટ, બોક્સ-ક્રિકેટ એરિયા અને એક પિકલબોલ કોર્ટ પણ છે.
