SPWA દ્વારા શરદ પૂનમ રાસ-ગરબા મહોત્સવનું આયોજન:સુરતના કોસમાડામાં યોજાયો, સભ્યો અને પરિવારોએ આનંદ માણ્યો

📅 Published: October 26, 2026 | 📂 Category: gujarati-news

સુરત ફોટોગ્રાફિક વેલ્ફેર એસોસિએશન (SPWA) દ્વારા 25 ઓક્ટોબર, રવિવારના રોજ સુરતના કોસમાડા સ્થિત લા કેસરીયા લૉન્સ ખાતે ‘શરદ પૂનમ રાસ-ગરબા મહોત્સવ–2026’ યોજાયો હતો. આ મહોત્સવમાં ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે સંકળાયેલા સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ રાસ-ગરબા અને સંગીતનો ભરપૂર આનંદ માણ્યો હતો. SPWA દ્વારા આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર સમગ્ર કમિટી, એડવાઇઝરી કમિટી, સ્પોન્સર્સ, સભ્યો, આયોજન ટીમ અને અન્ય ફોટોગ્રાફિક એસોસિએશનોના પ્રતિનિધિઓનો આભાર માનવામાં આવ્યો હતો. SPWAના પ્રમુખ રિતેશ લુણાગરિયા અને ઉપપ્રમુખ પરેશ અસોદરિયા સહિત કમિટીએ જણાવ્યું હતું કે સભ્યોની એકતા, સ્નેહ અને સહયોગ જ સંસ્થાની સાચી તાકાત છે. ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *