Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 72,480 અંકે બંધ

📅 Published: September 30, 2026 | 📂 Category: Business

ભારતીય શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 48.78 પોઇન્ટના ઘટાડા સાથે 72,480.29 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 95.75 પોઇન્ટના ઘટાડા સાથે  22,620.45 અંકે બંધ થયો. 

ભારતીય શેરબજારમાં ઘટાડો 

બજારમાં ફાર્મા, મેટલ અને FMCG ક્ષેત્રોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે મીડિયા, રિયલ્ટી અને જાહેર ક્ષેત્રની બેંકોના સેગમેન્ટમાં ખરીદી થઈ રહી છે. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સના 30માંથી 13 શેરોમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે 17 શેરોમાં ઘટાડો થયો હતો; બીજી તરફ, નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેરો વધ્યા હતા, 32 ઘટ્યા હતા અને એક શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. સેન્સેક્સમાં 2.31 ટકાના ઘટાડા સાથે ઝોમેટો (Zomato) સૌથી વધુ નુકસાન નોંધાવનાર શેર રહ્યો હતો. 

30માંથી મોટાભાગના શેર લાલ નિશાનમાં બંધ 

આજના કારોબારમાં સેન્સેક્સના 30માંથી મોટાભાગના શેર લાલ નિશાનમાં બંધ થયા છે. ઇટરનલ, સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, ટાઇટન અને બજાજ ફાઇનાન્સ જેવા શેરોમાં મહત્તમ વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, ઇન્ડિગો, એક્સિસ બેંક અને TCSના શેર્સ ટોપ ગેઇનર હતા.

NSE પર આજે મિડ અને સ્મોલકેપ શેરોમાં હળવી ખરીદી જોવા મળી હતી. આના કારણે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.01 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં પણ 0.20 ટકાનો વધારો નોંધાયો છે.

 રિયલ્ટી અને બેંકિંગ શેરોમાં ખરીદી

સેક્ટર-વાર કામગીરીની દ્રષ્ટિએ આજે ​​બજારમાં મિશ્ર પરિણામો જોવા મળ્યા હતા. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં ૨.૫૫%નો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી રિયલ્ટી, કેમિકલ્સ, સિમેન્ટ અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં લગભગ 1%નો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો, આઈટી (IT), પીએસયુ (PSU) બેંક અને ઓઈલ એન્ડ ગેસ જેવા ઇન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયા હતા.

બીજી તરફ, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં2.56%નો ઘટાડો થયો હતો. નિફ્ટી મેટલ અને ફાર્મા ઇન્ડેક્સમાં પણ 1.50%થી વધુનો ઘટાડો થયો હતો અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1%થી વધુ ઘટ્યો હતો. વધુમાં, નિફ્ટી એફએમસીજી (FMCG) ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *