Stock Market Closing: શેરબજાર ઘટાડો યથાવત.. સેન્સેક્સ 500.38 પોઇન્ટ તૂટ્યો

📅 Published: November 18, 2026 | 📂 Category: Business

બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી અને ત્યારબાદ તેમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. મુખ્ય સૂચકાંકો (બેન્ચમાર્ક ઇન્ડેક્સ) માં લગભગ 0.5 % નો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન, સેન્સેક્સ ઘટીને 81979  પર આવી ગયો, જ્યારે નિફ્ટી 25206 ના સ્તરે સરકી ગયો.

શેરબજાર લાલ નિશાને બંધ 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ બંધ થયો. સેન્સેક્સ 500.38 પોઇન્ટના ઘટાડા સાથે  82,031.81 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 159.45 પોઇન્ટના ઘટાડા સાથે 

25,227.95 અંકે બંધ થયો.  વ્યાપક બજારમાં પણ નબળાઈ જોવા મળી રહી છે, જેમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો 0.5 % થી 0.75 % જેટલા ઘટ્યા છે. આ વ્યાપક વેચવાલીમાં ઓટો, ફાઇનાન્શિયલ, આઈટી (IT), એફએમસીજી (FMCG) અને મેટલ સેક્ટર મોખરે છે. બીજી તરફ, મીડિયા, ફાર્માસ્યુટિકલ અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં ખરીદીનો રસ જોવા મળી રહ્યો છે.

નિફ્ટી 50માંથી 44 લાલ નિશાનમાં ટ્રેડ 

નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી 44 શેર લાલ નિશાનમાં (ઘટાડા સાથે) ટ્રેડ થઈ રહ્યા છે. ટાઇટન (Titan) સૌથી વધુ ઘટ્યો છે, જેમાં 3.3 % નો ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી લાઈફ (HDFC Life), અદાણી એન્ટરપ્રાઈઝિસ અને હિન્દાલ્કોના શેરમાં લગભગ 2% નો ઘટાડો થયો છે. જ્યારે બીજી બાજુ, અલ્ટ્રાટેક, એલ એન્ડ ટી (L&T) અને એસબીઆઈ (SBI) ના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં નબળાઈ હોવા છતાં, ‘એનરિચ મની’ (Enrich Money) ના સીઈઓ પોનમુદી આર. માને છે કે રાષ્ટ્રીય અર્થતંત્રને લગતા સંકેતો શેરબજાર માટે હજુ પણ સકારાત્મક છે.

વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો

મંગળવારે યુએસ બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નાસ્ડેક (Nasdaq), ડાઉ (Dow) અને S&P 500 સૂચકાંકોમાં લગભગ ૧%નો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, આજે સવારે એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનના નિક્કી (Nikkei) સૂચકાંકમાં લગભગ ૦.૫%નો ઘટાડો થયો છે, જ્યારે હેંગ સેંગ (Hang Seng) અને શાંઘાઈ કમ્પોઝિટ (Shanghai Composite) સૂચકાંકો પણ નરમાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. આની વિપરીત, કોસ્પી (KOSPI) સૂચકાંક લગભગ ૧.૫%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

Coriander Chutney: કોથમીરની ચટણી કેટલા દિવસ સારી રહે છે ? જાણો સિક્રેટ રેસિપી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *