ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સવારે કડાકો બોલાયો હતો. ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાને બંધ થયુ.
શેરમાર્કેટ લાલ નિશાને બંધ
બપોરે 3.30 કલાકે સેન્સેક્સ −352.64 પોઇન્ટના વધારા સાથે 73,246.03 અંકે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50.90 પોઇન્ટના ઘટાડા સાથે 22,698.85 અંકે બંધ થયો.
IT શેરોમાં મોટો ઘટાડો
શેરબજારમાં આવેલા કડાકામાં IT કંપનીઓના શેરોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ટ્રેડિંગની શરૂઆતથી જ IT શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ફોસિસ (-4.50%), ટેક મહિન્દ્રા (-3.50%), TCS (-3%) અને HCL ટેક (-2.50%) ના શેરો નોંધપાત્ર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, અન્ય લાર્જ-કેપ શેરો—જેમાં ITC (-2.20%), બજાજ ફિનસર્વ (-2%) અને ICICI બેંક (-1.70%) નો સમાવેશ થાય છે તેમાં પણ ઘટાડો નોંધાયો હતો. Infosys, TCS, HCL Tech, Tech Mahindra જેવા તમામ શેર્સમાં ઘટાડો નોંધાયો છે.

રોકાણકારોના લાખો કરોડ સ્વાહા
માત્ર એક મિનિટમાં રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 459 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 457 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ પહેલાં, 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 345 પોઈન્ટના ઘટાડા સાથે 73,253 પર ખુલ્યો હતો, જ્યારે 50 શેર ધરાવતો NSE બેન્ચમાર્ક સૂચકાંક ‘નિફ્ટી’ બુધવારે 71 પોઈન્ટના ઘટાડા સાથે 22,678 પર શરૂ થયો હતો.
ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ (TCS) ના શેરમાં મોટો ઘટાડો
નિફ્ટી 50 (Nifty 50) ના શેરોમાં મોટા પાયે વેચવાલી જોવા મળતા મુખ્ય કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસ (-4.13%) સૌથી વધુ નુકસાન પામનાર શેર રહ્યો હતો. અન્ય નોંધપાત્ર ઘટાડો દર્શાવનારા શેરોમાં ટેક મહિન્દ્રા (-3.25%), એચસીએલ ટેક (HCL Tech) (-3.29%), ટીસીએસ (-3.06%) અને મેક્સ હેલ્થકેર (-1.04%)નો સમાવેશ થાય છે. દરમિયાન, બજારમાં વ્યાપક મંદી હોવા છતાં, કેટલાક પસંદગીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. એલ એન્ડ ટી (L&T) 4.47% વધીને ₹3,828.80 ના સ્તરે પહોંચ્યું અને સૌથી વધુ વધારો નોંધાવનાર શેર બન્યું. આ ઉપરાંત, બજાજ ઓટો (+2.98%), એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (+1.64%), મારુતિ સુઝુકી અને હિન્ડાલ્કો (+0.36%) ના શેરોમાં તેજી જોવા મળી હતી.
આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર
