Stock Market Closing: શેરબજાર લાલ નિશાને, સેન્સેક્સ 19.63 પોઇન્ટના ઘટાડા સાથે 74,294 અંકે બંધ

📅 Published: September 18, 2026 | 📂 Category: Business

ભારતીય શેરબજારમાં આજે શરૂઆત સુસ્ત રહી જો કે ફ્લેટ ઓપનિંગ સાથે લીલા નિશાનમાં ખૂલ્યુ. ત્યારે બપોરે 3.30 કલાકે નજીવા  વધારા સાથે માર્કેટ બંધ થયું.  

શેરબજાર તેજી સાથે બંધ 

સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 74,396.19 અંકે 81.59 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યોહતો.  જ્યારે નિફ્ટી 23,288.35 અંકે 17.25 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો. હતો. જ્યારે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ −19.63 પોઇન્ટના ઘટાડા સાથે 74,294.96 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 75.80 પોઇન્ટના ઘટાડા સાથે 23,346.40 અંકે બંધ થયો. 

એશિયન બજારોમાં તેજી

શુક્રવારે સવારે એશિયા-પેસિફિકના મુખ્ય બજારોમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વના કડક વલણ (hawkish stance) અંગેની ચિંતાઓને હાલ પૂરતી બાજુ પર રાખીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત કંપનીઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

જાપાનનો નિક્કી 225 (Nikkei 225) આશરે 0.56%ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) 2.06% વધ્યો હતો.

યુએસ બજારો પણ વધારા સાથે બંધ થયા

ગુરુવારે યુએસ શેરબજારમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ, S&P 500 અને નાસ્ડેક કમ્પોઝિટ અનુક્રમે 0.61%, 1.14% અને 1.69%ના વધારા સાથે બંધ થયા હતા.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

એશિયન ટ્રેડિંગ દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પશ્ચિમ એશિયાથી ઓઈલના પુરવઠા અંગેની ચિંતાઓમાં ઘટાડો અને વૈકલ્પિક પુરવઠા માર્ગોની શક્યતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.

ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર સપ્ટેમ્બર બ્રેન્ટ ફ્યુચર્સ આશરે $104.02 પ્રતિ બેરલના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન ગોલ્ડ ફ્યુચર્સમાં 0.32%નો ઘટાડો થયો હતો, જ્યારે સિલ્વર ફ્યુચર્સમાં 0.21%નો વધારો જોવા મળ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *