Stock Market Closing: શેરમાર્કેટમાં તેજી, સેન્સેક્સ 390 પોઇન્ટના ઉછાળા સાથે 84,328 અંકે બંધ

📅 Published: November 26, 2026 | 📂 Category: Business

ગુરુવારના સત્રમાં સ્થાનિક બજારોમાં નોંધપાત્ર હિલચાલ જોવા મળી રહી છે. મજબૂત શરૂઆત બાદ, મુખ્ય સૂચકાંકોમાં ‘પ્રોફિટ-બુકિંગ’ (નફાની વસૂલાત) જોવા મળ્યું છે અને હાલમાં તે સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ ઘટીને 83,900 ના સ્તરે અને નિફ્ટી 25,800 ના સ્તરે આવી ગયા છે.  જે તેમના અગાઉના ઉચ્ચ સ્તરો અનુક્રમે 84,551 અને 25,974 કરતાં નીચા છે. બીજી તરફ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે.

શેરબજારમાં તેજી 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ +390.31 પોઇન્ટના વધારા સાથે 84,328 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી  +65.25 પોઇન્ટના વધારા સાથે 

25,884.50 અંકે બંધ થયો. 

આ સેક્ટરમાં તેજી 

સેક્ટર મુજબના પ્રદર્શન પર નજર કરીએ તો, FMCG, ઓટો, બેંકિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રોમાં જોરદાર તેજી છે. આ સાથે જ, મેટલ, રિયલ્ટી અને IT શેરોમાં ખરીદીના રસને કારણે બજારના ઘટાડાને મર્યાદિત કરવામાં મદદ મળી છે. NSE પર મેટલ, IT અને રિયલ્ટી સૂચકાંકો 1% થી 3% સુધી વધ્યા છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરો લાલ નિશાનમાં (ઘટાડા સાથે) ટ્રેડ થઈ રહ્યા છે; જેમાં એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં 2% થી 3% નો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ, BSE ના શેરોમાં 5.5% નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત, HCL ટેક અને હિન્દાલ્કોના શેરોમાં પણ 3% થી 4% નો વધારો થયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *