Stock Market Closing: શેર માર્કેટ લાલ નિશાન, સેન્સેક્સ 373.93 પોઇન્ટના ઘટાડા સાથે 76,570 અંકે બંધ

📅 Published: September 2, 2026 | 📂 Category: Business

બુધવારે શરૂઆતના સમયે જ શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. અમેરિકાથી આવેલા સમાચાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ખુલતા જ બીએસઈ સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટી ગયો હતો. ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ બંધ થયા..

શેરબજાર લાલ નિશાનમાં બંધ 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 373.93 પોઇન્ટના ઘટાડા સાથે 76,570.35 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 141.35 પોઇન્ટના ઘટાડા સાથે 23,914.45 અંકે બંધ થયો. 

ટ્રમ્પની જાહેરાતથી માર્કેટમાં મચી ઉથલપાથલ 

શેરબજારના ક્રેશ પાછળના કારણો અંગે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધો સંબંધ છે,  ફરી એકવાર “યુદ્ધની સ્થિતિમાં” હોવાનું જણાય છે. બુધવારે, તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા હવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાની અર્થવ્યવસ્થા પતન તરફ આગળ વધી રહી છે. વધુમાં, ટ્રમ્પે મીડિયા અહેવાલોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા કે અમેરિકા ઈરાનને વાટાઘાટો માટે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ક્રૂડ ઓઈલના ઉછાળાથી બજારમાં ગભરાટ ફેલાયો

હોર્મુઝ સ્ટ્રેટ અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની તાત્કાલિક અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ $96 પર પહોંચી ગયો, જ્યારે WTI ક્રૂડ $92-પ્રતિ બેરલને વટાવી ગયો. મુર્બન ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને પહોંચ્યા, જે 7% થી વધુ વધીને $104 પ્રતિ બેરલને પાર કરી ગયા. આનાથી એશિયન શેરબજારોમાં સેન્ટિમેન્ટ ઠંડક પામ્યું.  જાપાનનો નિક્કી 1,800 પોઈન્ટથી વધુ ઘટ્યો, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટ્યો, અને દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ લગભગ 4% ઘટ્યો. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *