Stock Market Opening: બજારમાં દિવાળીની રોનક, સેન્સેક્સ 76,000ની પાર, રોકાણકારોમાં ખુશી

📅 Published: November 3, 2026 | 📂 Category: Business

સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ભારતીય શેરબજાર મજબૂત વધારા સાથે ખુલ્યુ હતું. અને બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે બંધ થયા હતા. એકંદરે સોમવારનો દિવસ બજાર માટે સકારાત્મક રહ્યો. ત્યારે આજે મંગળવારના દિવસે સેન્સેક્સ અને નિફટીમાં ઉછાળો જોવા મળ્યો. સતત બીજા દિવસે પણ બજાર વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. શેરબજારમાં આજે સકારાત્મક શરૂઆતમાં દિવાળીની રોનક દેખાઈ. તેજી સાથે બજાર ખૂલતા રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાયો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો, લીલા નિશાન સાથે ખૂલ્યું બજાર

સેન્સેક્સની શાનદાર શરૂઆત થઈ. BSE નો 30 શેરવાળો સેન્સેક્સ આજે ૫૯૫ પોઈન્ટના શાનદાર ઉછાળા સાથે 76,000ની સપાટી વટાવીને 76,288ના સ્તરે ખૂલ્યો હતો. સેન્સેક્સની સાથે નિફ્ટીમાં પણ તેજીથી બજારને વેગ મળ્યો. આજે NSE નિફ્ટીએ પણ મંગળવારના ટ્રેડિંગની શરૂઆત 141 પોઈન્ટના વધારા સાથે 23,582 ના મજબૂત સ્તરે કરી હતી. લીલા નિશાન સાથે બજાર ખૂલ્યું. બજારની આ મજબૂત શરૂઆતથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વોલ સ્ટ્રીટની સ્થિતિ: ઉછાળા બાદ બજારમાં ઘટાડો

યુએસ શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ ‘ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ’ સારો દેખાવ કરીને 200 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો, પરંતુ તે પોતાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરથી લગભગ 450 પોઇન્ટ નીચે સરકી ગયો હતો. બીજી તરફ, ટેકનોલોજી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ‘નાસ્ડેક કમ્પોઝિટ’ ૭૧૫ પોઇન્ટ ઘટ્યો હતો, જ્યારે ‘નાસ્ડેક 100’ તેના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરથી 750 પોઇન્ટથી વધુ ગબડ્યો હતો. આ ઉપરાંત, ‘S&P 500’ પણ તેના સર્વોચ્ચ સ્તરથી 120 પોઇન્ટથી વધુ ઘટીને 0.5% ના ઘટાડા સાથે બંધ થયો હતો.

એશિયન બજારોમાં પણ ભારે નરમાઈ

વૈશ્વિક બજારોની નબળી અસર એશિયન બજારો પર પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. બેન્ચમાર્ક ‘કોસ્પી’ ઇન્ડેક્સ મંગળવારે 196 પોઇન્ટ એટલે કે 3.36% ના ભારે ઘટાડા સાથે 5,666.37ના સ્તરે બંધ રહ્યો હતો. મુખ્ય ટેક શેરોમાં ‘સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ’ 4.59% અને ચિપમેકર ‘એસકે હાયનિક્સ’ 5.1% ગબડ્યા હતા. જયારે જાપાનનું શેરબજાર આજે રજાના કારણે બંધ રહ્યું હતું. તાઇવાનના શેરબજારમાં પણ મંદી યથાવત્ રહી હતી અને ‘તાઇએક્સ’ ઇન્ડેક્સ 1.21 % થી વધુ ઘટીને 44,376.04 પર બંધ થયો હતો.

IPO લિસ્ટિંગ: વિસ્કોન ઇન્ડસ્ટ્રીઝ SME પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે

110 કરોડ રૂપિયાના પ્રારંભિક જાહેર ઓફર (IPO) 1.15 વખત સબસ્ક્રાઇબ થયા હતા. 27 ઓક્ટોબરથી શરૂ થયેલી ત્રણ દિવસની બિડિંગ પ્રક્રિયા દરમિયાન, રોકાણકારોએ 41.66 લાખ ઇક્વિટી શેરની ઓફર સામે 47.97 લાખ શેર માટે બોલી લગાવી હતી. લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) એ સૌથી વધુ રસ દર્શાવ્યો, તેમના ફાળવેલ ક્વોટા કરતાં 2.24 ગણી બોલી લગાવી. જોકે, બિન-સંસ્થાકીય રોકાણકારો અને છૂટક રોકાણકારો માટે અનામત રાખેલા હિસ્સામાં અનુક્રમે માત્ર 75 ટકા અને 66 ટકા જ સબસ્ક્રાઇબ થયા.

આ પણ વાંચો : Stock Market Closing: દિવાળી પહેલા શેરબજારમાં રોનક..સેન્સેક્સ 1,233.25 પોઇન્ટ ઉછળ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *