ભારતીય શેરબજારમાં આજે, બુધવાર 18 નવેમ્બરે નબળી શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો અને યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને પગલે રોકાણકારો સાવચેત જણાય છે. જોકે, એનવિડિયા (Nvidia) ના મજબૂત પરિણામો અને સકારાત્મક દૃષ્ટિકોણને પગલે ટેક શેરોને થોડો ટેકો મળ્યો છે.
શેરબજારની નબળી શરૂઆત
GIFT નિફ્ટી: સવારે 7.40 વાગ્યે, GIFT નિફ્ટી 25259 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ ભાવ કરતાં લગભગ 118 પોઈન્ટ નીચે છે. જે સ્થાનિક બજારમાં નબળી શરૂઆતનો સંકેત આપે છે. સવારે 9.32 કલાકે સેન્સેક્સ 252.89 પોઇન્ટના ઘટાડા સાથે 82,279.30 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 88.45 પોઇન્ટના ઘટાડા સાથે 25,298.95 અંકે ખૂલ્યો.
એશિયન બજારોની શું છે સ્થિતિ
એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો બેન્ચમાર્ક સૂચકાંક KOSPI 0.42 % વધીને 4991 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, જાપાનનો નિક્કી 225 (Nikkei 225) સૂચકાંક 0.75% ઘટીને 58420 પર પહોંચ્યો હતો.
મંગળવારે, અમેરિકાના ત્રણેય મુખ્ય શેરબજાર સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ (Dow Jones) 1.64 ટકા ઘટીને 50,759.42 ના સ્તરે બંધ રહ્યો. નાસ્ડેક કમ્પોઝિટ (Nasdaq Composite) 0.74 ટકાના ઘટાડા સાથે 24328.38 પર બંધ થયો, જ્યારે S&P 500 માં 1.03 ટકાનો ઘટાડો નોંધાયો અને તે 7341.53 ના સ્તરે બંધ રહ્યો.
ડોલર અને ક્રૂડ ઓઈલની સ્થિતિ
યુએસ ડોલર ઈન્ડેક્સ 19 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ સહેજ ઘટીને 103.52 પર આવી ગયો છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ટેન્કરો પર હુમલા ચાલુ રહેવાની આશંકાને કારણે પુરવઠા અંગેની ચિંતાઓ યથાવત છે. WTI ક્રૂડ પ્રતિ બેરલ $85.73 પર પહોંચ્યું હતું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $92.97 ના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું.
