Suratના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં SMCનો ત્રીજો મોટો દરોડો, રૂ.40.84 લાખના વિદેશી દારૂ સાથે 3 કાર જપ્ત

📅 Published: October 22, 2026 | 📂 Category: Surat

ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવતા અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા વધુ એક મોટા પાયે દરોડો પાડવામાં આવ્યો છે. અનાવલ પોલીસની હદમાં SMC દ્વારા ટૂંકા સમયમાં ત્રીજી વખત સફળ રેડ કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 

દમણથી દારૂ ભરીને કીમ તરફ જતી કાર ઝડપાઈ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાડીઓ પસાર થવાની છે. આ બાતમીના આધારે SMC ની ટીમે અંબિકા નદીના સણવલ્લા પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ફોર્ચ્યુનર, ક્રેટા અને બલેનો એમ કુલ ત્રણ કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. ગાડીઓની અંદર તપાસ કરતાં વિદેશી દારૂની 153 પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂ અને ત્રણ લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ. 40,84,375નો જથ્થો જપ્ત કર્યો હતો. 

મુખ્ય આરોપી કપિલ યોગી ઝડપાયો

આ દરોડા દરમિયાન SMC ની ટીમે દમણના રહેવાસી કપિલ યોગી નામના શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો દમણથી ભરીને સુરતના કીમ વિસ્તારમાં પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટમાં સંડોવાયેલા દમણ અને કીમના અન્ય 10 જેટલા કારભારીઓ અને બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મા અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવીને ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *