Suratના ઓલપાડમાં 2 કરોડના નુકસાનનો ભેદ ઉકેલાયો, ફરિયાદીના સાળીનો પુત્ર જ નીકળ્યો આરોપી

📅 Published: November 27, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી ગામે ઝીંગાના 11 તળાવમાં ઝેરી દવા નાખી તૈયાર પાકનો નાશ કરવાના ચકચારી પ્રકરણમાં 64 દિવસ બાદ મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં તળાવના માલિક દિવ્યેશ ખલાસીને અંદાજે 2 કરોડ રૂપિયાનું ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. લાંબી તપાસ બાદ પોલીસને ચોંકાવનારી હકીકત મળી છે કે આ સમગ્ર કાવતરા પાછળ કોઈ બહારની વ્યક્તિ નહીં, પરંતુ ફરિયાદી દિવ્યેશ ખલાસીના સાળીનો પુત્ર દર્શિત નાવિક જ સંડોવાયેલો છે.

શ્રમિકને ધમકાવી વતન મોકલ્યો અને પુરાવા છુપાવ્યા

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઈર્ષ્યાની ભાવનાથી પ્રેરાઈને આરોપીએ ઝીંગાના તૈયાર પાકને બરબાદ કરવા ઝેરી દવા નાખી હતી. ઘટના સમયે નાઈટ ડ્યુટી પર હાજર ઓરિસ્સાના શ્રમિકે આરોપીને ઝેરી દવાની બોટલો સાથે જોઈ લીધો હતો. પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી આરોપીએ શ્રમિકને ધમકાવી માર માર્યો હતો, તેનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને સુરતથી બસમાં બેસાડી તેને વતન મોકલી દીધો હતો, જ્યારે ઝેરી દવાની ખાલી બોટલો તળાવના પાળે દાટી દીધી હતી.

64 દિવસ બાદ ભેદ ઉકેલાતા ગુનો દાખલ

ઘટનાના 64 દિવસ બાદ શ્રમિકની જુબાની અને તળાવના પાળે દટાયેલી બોટલોની કડીઓ જોડાતા સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ કરેલા કૃત્ય અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ બાદ હવે માલિક દિવ્યેશ ખલાસીની ફરિયાદના આધારે ઓલપાડ પોલીસે દર્શિત નાવિક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : 6 મહિનામાં 60 નોટિસ ફટકારી પણ પ્રદૂષણ કેમ યથાવત? પ્રદૂષણ માફિયાઓને મળી રહી છે છટકબારી?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *