Suratના કામરેજ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગના 2 અલગ-અલગ ગુના નોંધાયા!

📅 Published: October 12, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ઘલા ગામે જમીન પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મૂળ ઘલા ગામના અને હાલ સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા એનઆરઆઈ (NRI) માલિકની કિંમતી જમીન પર સ્થાનિક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવી દેવામાં આવ્યો હતો. ભૂમાફિયાઓએ એનઆરઆઈ માલિકની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવીને 24 વીઘા અને અન્ય 2 વીઘા મળીને કુલ 26 વીઘા જમીન પચાવી પાડી હતી.

પાવર ઓફ એટર્ની હોલ્ડરે નોંધાવી ફરિયાદ

આ સમગ્ર કૌભાંડ અંગે સાઉથ આફ્રિકા રહેતા જમીન માલિકના પાવર ઓફ એટર્ની હોલ્ડર મોહસીન ખાન પઠાણે કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ આધાર-પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં તમામ કાગળોની ચકાસણી કર્યા બાદ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી.

Land grabbing rampant in Surat's Kamrej

કામરેજ પોલીસે 3 ભૂમાફિયાઓને દબોચ્યા

લેન્ડ ગ્રેબિંગ કમિટીની મંજૂરી મળતાં જ કામરેજ પોલીસ મથકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ 2 અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ગુનો નોંધાતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જમીન પચાવી પાડનાર મુખ્ય 3 આરોપીઓ – મોહમ્મદ ઉમર ખાન પઠાણ, હમઝા ખાન પઠાણ અને હુઝેફા ખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ સામે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *