Suratના ચકચારી કોમર્શિયલ ગાંજા કેસમાં મોટો ચુકાદો, બે આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ!

📅 Published: October 7, 2026 | 📂 Category: Crime

NCB અમદાવાદ દ્વારા હાથ ધરવામાં આવેલા આંતરરાજ્ય કેફી દ્રવ્ય તસ્કરી વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. કમર્શિયલ ક્વોન્ટિટી ધરાવતા મસમોટા ગાંજા કેસમાં સુરતની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં બે આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. 1-1 લાખનો રોકડ દંડ ફટકાર્યો છે. ઓડિશાથી ગુજરાત લાવવામાં આવી રહેલા ગાંજાના જથ્થા અંગે NCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીઓને રંગેહાથ પકડ્યા હતા.

માંગરોળના લિંડિયાડ ગામેથી 523 કિલોથી વધુ ગાંજો અને બોલેરો પિકઅપ જપ્ત કરાયા હતા

બનાવની વિગત મુજબ, 9 જૂન 2022ના રોજ NCB અમદાવાદની ટીમે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લિંડિયાડ ગામ પાસે સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ એક ટ્રકમાંથી અનાનસના કન્સાઇન્મેન્ટ નીચે છુપાવેલો ગાંજાનો જથ્થો મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. તપાસ દરમિયાન પિકઅપ અને ટ્રકમાંથી 17 પ્લાસ્ટિકની બોરીઓમાં પેક કરેલા કુલ 101 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 523.450 કિલોગ્રામ (અડધા ટનથી વધુ) થવા જતું હતું.

કમર્શિયલ ક્વોન્ટિટી મામલે સુરત કોર્ટનો કડક ચુકાદો, બંને આરોપીઓને 10 વર્ષની સખત કેદ

NCBની તપાસમાં ખુલાસો થયો હતો કે આ મસમોટો ગાંજાનો જથ્થો ઓડિશાથી ગુજરાતમાં ગેરકાયદેસર વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો. આ કેસ સુરતની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં, સરકારી વકીલ અને NCBના મજબૂત પુરાવા તથા દલીલોને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓને કમર્શિયલ ક્વોન્ટિટી ગાંજા તસ્કરીના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. 1 લાખનો દંડ ફટકારીને સમાજમાં નશીલા પદાર્થોની તસ્કરી કરતા ગુનેગારો માટે કડક સંદેશ પાઠવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : “મૌખિક નહીં, લેખિત બાંહેધરી જોઈએ”, સરકાર સામે અમદાવાદના વકીલો આરપારના મૂડમાં, હડતાળ યથાવત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *