Suratના પાલમાં નિવૃત્ત પોલીસકર્મીની દાદાગીરી: કાર પાર્કિંગ પ્રશ્ને તકરાર અને મારામારી

📅 Published: August 17, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં પોલીસ પરિવારની દાદાગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટીમાં રહેતા અને ગુનાહિત માનસિકતા ધરાવતા નરેશ ગઢવી (ઉર્ફે કુલચા) નામના વ્યક્તિએ કાર પાર્કિંગ અને સોસાયટીના મેન્ટેનન્સ બાબતે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને ભારે હોબાળો મચાવ્યો હતો. આ તકરાર દરમિયાન નરેશ ગઢવીએ સોસાયટીમાં જ રહેતા 77 વર્ષીય વયોવૃદ્ધ રહીશ અને તેમના પુત્ર પર જાનલેવા હુમલો કરી ઢોર માર માર્યો હતો, જેના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આરોપી નરેશ ગઢવીનો અગાઉ પણ વિવાદાસ્પદ ઇતિહાસ 

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આરોપી નરેશ ગઢવી અગાઉ પણ અનેકવાર સોસાયટીના નાના-મોટા પ્રશ્નોમાં રહસ્યમય રીતે ધાક-ધમકી આપીને ધમાલ મચાવી ચૂક્યો છે. પોલીસ તંત્ર સાથેના જોડાણ કે ખાખી વર્ધીના રોફ તળે તે અવારનવાર સોસાયટીના રહીશોને હેરાન-પરેશાન કરતો હતો. વયોવૃદ્ધ નાગરિક પર થયેલા આ માનવતાહીન હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીના અસમાજિક વર્તનને કારણે સોસાયટીના અન્ય પરિવારજનો પણ સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

સ્થાનિકોમાં આક્રોશ: પોલીસ ફરિયાદ નોંધવા માગ 

ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ એકઠા થઈને પાલ પોલીસ મથકે આરોપી નરેશ ગઢવી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે એફ.આઈ.આર. (FIR) નોંધવા માંગ કરી છે. પીડિત પરિવાર અને સોસાયટીના લોકોનું કહેવું છે કે પોલીસ પોતાના જ ખાતાના કે સંબંધિત વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યા વિના નિષ્પક્ષ તપાસ કરે. હાલ પાલ પોલીસે આ મામલે સ્થાનિકોની રજૂઆતના આધારે ગુનો નોંધવાની અને આગળની કાયદાકીય તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *