Suratના હજીરામાં કવાસ પાટિયા પાસે ડમ્પરે બાઇક સવાર દંપતીને ટક્કર મારી, મહિલાનું નીપજ્યું કરૂણ મોત!

📅 Published: October 20, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના હજીરા વિસ્તારમાં કવાસ પાટિયા પાસે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતું એક દંપતી પોતાની મોટરસાઇકલ પર મૂર્તિ વિસર્જન અર્થે સુંવાલી દરિયા કિનારે જઈ રહ્યું હતું. આ દરમિયાન કવાસ પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલા એક બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને સરેઆમ ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પતિને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા

ડમ્પરની જોરદાર ટક્કર વાગતાં બાઇક પરથી નીચે પટકાયેલી મહિલા પરથી ડમ્પરનું વ્હીલ ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પતિને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરીને ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પવિત્ર તહેવારમાં મૂર્તિ વિસર્જન અર્થે નીકળેલા પરિવારની છત્રછાયા છીનવાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો 

ઘટના અંગેની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને કબ્જે કરી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાઇવે અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસીને ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *