Suratના NH-48 પર ટાયર ફાટતાં કામદારો ભરેલો ટેમ્પો પલટ્યો, 1 શ્રમિકનું મોત; 6 ઇજાગ્રસ્ત

📅 Published: September 17, 2026 | 📂 Category: Surat

સુરતમાં નેશનલ હાઇવે 48 પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કામદારોને લઈને જઈ રહેલા આઇશર ટેમ્પાનું રસ્તામાં અચાનક ટાયર ફાટતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો હાઇવે પર પલટી મારી ગયો હતો. આ અચાનક બનેલી ઘટનાથી ટેમ્પામાં સવાર શ્રમિકોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

કામરેજના ઘલા ગામથી ભરૂચ જઈ રહ્યા હતા કામદારો

મળતી વિગતો અનુસાર, આ આઇશર ટેમ્પામાં કુલ 17 જેટલા કામદારો સવાર હતા. આ તમામ લોકો કામરેજ તાલુકાના ઘલા ગામ ખાતેથી લાઈટનો સામાન ભરીને ફિટિંગના કામ અર્થે ભરૂચ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે 48 પર કાળમુખો અકસ્માત નડ્યો હતો. ટાયર ફાટવાના કારણે ટેમ્પો પલટી જતાં સામાન અને શ્રમિકો રસ્તા પર પટકાયા હતા.

Fatal accident on Surat NH-48

1 નું સ્થળ પર મોત, ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

આ ગમખ્વાર અકસ્માતમાં 1 કામદારનું ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 જેટલા કામદારોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *