Suratમાં દિવાળી વેકેશનને પગલે આંગડિયા પેઢીઓ 10 દિવસ માટે બંધ, રોકડ નાણાંની હેરફેરનો કારોબાર ઠપ

📅 Published: November 8, 2026 | 📂 Category: Surat

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની ઉજવણીને લઈને સુરત શહેરમાં વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓ હવે વિરામ તરફ આગળ વધી રહી છે. સુરતના મુખ્ય બજારોમાં દિવાળી વેકેશનના માહોલ વચ્ચે આંગડિયા પેઢીઓ દ્વારા આગામી 10 દિવસ સુધી પોતાનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન સુરતથી અન્ય શહેરોમાં થતી રોકડ નાણાંની હેરફેર અને કિંમતી પાર્સલોની આપ-લેનો કારોબાર તદ્દન ઠપ થઈ ગયો છે, જેના કારણે વેપારી વર્ગમાં પણ રજાઓનો માહોલ છવાયો છે.

લાભ પાંચમ પછી વેપાર ફરી શરૂ થશે

આંગડિયા પેઢીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ આગામી 17 નવેમ્બર પછી જ આંગડિયા પેઢીઓ ફરીથી પૂર્વવત ખુલશે. ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષની પરંપરા મુજબ લાભ પાંચમ બાદ જ તમામ વેપારી સંસ્થાઓ અને પેઢીઓ દ્વારા પોતાના નવા નાણાકીય વર્ષના મુહૂર્ત કરીને વેપાર ફરીથી શરૂ કરવામાં આવે છે. આથી, લાકડા, હીરા, કાપડ અને જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ પણ અત્યારથી જ પોતાના વ્યવહારો આ 10 દિવસના વિરામને ધ્યાનમાં રાખીને ગોઠવી લીધા છે.

બજારોમાં દિવાળીના તહેવારોની રોનક

વર્ષના આ આખરી દિવસોમાં બજારોમાં સામાન્ય રીતે ખરીદીનો માહોલ હોય છે પરંતુ મોટાભાગના વેપારીઓ અને શ્રમિકો પોતાના વતન તરફ પ્રયાણ કરી ચૂક્યા હોવાથી બજારોમાં ગરાકી ઘણી ઓછી જોવા મળી રહી છે. ગરાકી ઘટવાને કારણે વેપારી વ્યવહારો પણ મોટા પ્રમાણમાં ઘટી ગયા છે. આંગડિયા પેઢીઓ બંધ રહેવાથી સુરતની આર્થિક નસ સમાન ગણાતા હીરા અને કાપડ ઉદ્યોગના નાણાકીય વ્યવહારો પર હંગામી ધોરણે રોક લાગી ગઈ છે, જે 1૭ નવેમ્બર પછી જ ફરી ધમધમતી થશે.

આ પણ વાંચો : Ahmedabad News : AMC હવે પોતાના દમ પર તૈયાર કરશે માળખાકીય પ્રોજેક્ટ્સની ડિઝાઇન, રોડ બિલ્ડિંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *