Suratમાં પુત્રીના ભવિષ્ય માટે લોન લઈ રોકાણ કરનાર આઘેડ સાથે રૂ.26 લાખની છેતરપિંડી

📅 Published: August 23, 2026 | 📂 Category: Surat

સુરતના પાલ વિસ્તારમાં આર્થિક ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલ વિસ્તારમાં રહેતા બલબીર સિંહ નામના આઘેડ સાથે વિશાલ જગદીશ ગુપ્તા નામના શખ્સે રૂ. 26.09 લાખની મોટી રકમની છેતરપિંડી આચરી છે. આરોપીએ બલબીર સિંહની પુત્રીને ‘અર્થ ઇકો હીરોઝ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીમાં ભાગીદાર (પાર્ટનર) બનાવવાની લોભામણી લાલચ આપી હતી અને મોટા પાયે નફાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા.

બેંકમાંથી લોન લઈને કરેલું રોકાણ ડૂબ્યું 

આરોપી વિશાલ ગુપ્તાની વાતોમાં આવીને ફરિયાદી બલબીર સિંહે પોતાની પુત્રીના ભવિષ્ય માટે બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. બેંકમાંથી લોન મેળવ્યા બાદ તેમણે આશરે રૂ. 26.09 લાખની રકમ ‘અર્થ ઇકો હીરોઝ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં રોકાણ પેટે ચૂકવી દીધી હતી. જોકે, રોકાણ કર્યા બાદ આરોપીએ ન તો પુત્રીને કંપનીમાં ભાગીદાર બનાવી કે ન તો કરાર મુજબની કોઈ રકમ કે નફો પરત આપ્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી 

પોતાની સાથે વિશ્વાસઘાત અને રૂ. 26.09 લાખની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં જ બલબીર સિંહે આ અંગે પાલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પાલ પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી વિશાલ જગદીશ ગુપ્તા સામે આર્થિક ગુના અને છેતરપિંડી અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *