Suratમાં ફૂડ વિભાગનો સપાટો: 7 દિવસમાં 1,749 હોટલમાં દરોડા; 6,000 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ

📅 Published: August 25, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. સતત સાતમા દિવસે પણ શહેરની વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટોમાં સરપ્રાઇઝ ચેકિંગ કામગીરી યથાવત્ રહી હતી. સાતમા દિવસે ફૂડ સેફ્ટી ટીમે 237 હોટલ અને રેસ્ટોરન્ટોમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં 203.29 કીલો અખાદ્ય અને વાસી ખોરાક ઝડપાતાં તેનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો.

સ્થળ પર જ દંડ અને નોટિસનો ફટકારો

તપાસ દરમિયાન આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરતી અને અ સ્વચ્છતા ધરાવતી 105 હોટલ તેમજ રેસ્ટોરન્ટોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, બેદરકારી દાખવનારા સંચાલકો સામે સ્થળ પર જ કડક કાર્યવાહી કરીને રૂ.5,16,700નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાની આ સઘન કામગીરીથી અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.

સાત દિવસની ઝુંબેશનો કુલ હિસાબ

છેલ્લા સાત દિવસની સમગ્ર ઝુંબેશના આંકડાઓ પર નજર કરીએ તો, ફૂડ સેફ્ટી વિભાગે કુલ 1749 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં તપાસ પૂર્ણ કરી છે. આ સમયગાળા દરમિયાન નિયમભંગ બદલ 910 એકમોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 6044.19 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. તંત્રે આ સાત દિવસમાં કુલ રૂ.33,82,800નો જંગી દંડ વસૂલી કડક સંદેશ આપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *