Suratમાં ભાજપ નેતા દારૂના જથ્થા સાથે ઝડપાયા: 645 બોટલ જપ્ત, અગાઉ પાસા હેઠળ રહેલો પુત્ર વોન્ટેડ

📅 Published: November 24, 2026 | 📂 Category: Surat

સુરતમાં લાલગેટ પોલીસે લાલગેટ ખાંડ બજાર સ્થિત લક્ષ્મીભવનના પહેલા માળે દરોડો પાડીને દારૂના જથ્થા સાથે કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન 62 વર્ષીય વિજય મોદી અને કરણ પાનવાલા ને દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 645 નાની-મોટી દારૂની બોટલ કબજે કરી છે. તપાસમાં વિજય મોદી વોર્ડ નંબર 12 ભાજપના મહામંત્રી હોવાનું સામે આવ્યું છે.

બાપ-દીકરાની જોડીનો દારૂનો વેપલો

આ ઘટનામાં ભાજપ નેતા બાપ-દીકરાની જોડી સુરતમાં દારૂનો વેપલો ચલાવતી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે રાજ મોદી, કે જે વિજય મોદીનો દીકરો છે, તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે. રાજ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે અને પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના રાજકીય વર્તુળોમાં ખડભડાટ

સુરતમાં ભાજપનો હોદ્દેદાર જ તેના પુત્ર સાથે દારૂની હાટડી ચલાવતા પકડાયો હોવાની ઘટનાને લઈને રાજકીય લોબીમાં ભારે ખડભડાટ મચી ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *