Surat અને ડીસામાં આરોગ્ય વિભાગના ધડાધડ દરોડા: 35 લાખનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત

📅 Published: August 15, 2026 | 📂 Category: Ahmedabad

સુરત અને બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ટીમે લાલઆંખ કરીને દરોડા પાડ્યા છે. આ કામગીરી દરમિયાન કુલ 35 લાખની કિંમતનો શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડા

સુરતના કામરેજ તાલુકામાં આવેલા ધોરણ પારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડ્યો હતો. આ ફેક્ટરી કોઈ પણ પ્રકારના કાયદેસરના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. 

29.75 લાખનો મુદ્દામાલ સીઝ

દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી ‘શ્રી અનમોલ રતન કાઉ ઘી’ના નામે વેચાતા વિવિધ પેકિંગ સહિત 29.75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફેક્ટરીમાંથી 5157 લીટર શંકાસ્પદ ઘી, 3.63 લાખની કિંમતનું 1485 કિલોગ્રામ પામોલીન તેલ તેમજ 285 કિલોગ્રામ સોયાબીન તેલ જપ્ત કરાયું છે.

ડીસાની 2 વેપારી પેઢીઓમાંથી પણ શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા

બીજી તરફ, ડીસા શહેરની 2 વેપારી પેઢીઓમાંથી પણ શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાંથી ₹6.22 લાખની કિંમતનો 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત અને ડીસા બંને સ્થળોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-2006 હેઠળ ગુનો નોંધીને આગળની સખત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

આ પણ વાંચો   :     Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *