Surat : અમિષ પટેલના શંકાસ્પદ મોત મામલે લોકોનો ઓલપાડ પોલીસમાં હોબાળો

📅 Published: September 16, 2026 | 📂 Category: Surat

ઓલપાડ તાલુકાના સરોલી ગામના 46 વર્ષીય અમિષ ગણપતભાઈ પટેલના અરીયાણા ગામના બસ સ્ટોપ પાસે થયેલા શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ અમિષ પટેલનું મોત અકસ્માતથી નથી થયું પણ તેની હત્યા કરવામાં આવી છે તેવા આક્ષેપો કર્યા છે. આ સાથે ઓલપાડ પોલીસને સીસી.ટીવી.કેમેરાની ફૂટેજ અને પાંચ શકમંદોના નામની અરજી આપ્યા પછી પણ પોલીસે બનાવના પાંચ દિવસ પછી હત્યાનો ગુનો નહીં નોંધતા બુધવારે પરિવારજનો સાથે 200થી વધુ લોકોએ ઓલપાડ પોલીસ મથકનો ઘેરાવો કરી હત્યાની એફ્.આર.આઇ. નોંધવા સહિત ઓલપાડ પોલીસની હાય…હાય…ના નારા લગાવી પીઆઈ સી.આર.જાદવની બદલી કરવાની માંગ કરી હતી.- ધારાસભ્ય મુકેશ પટેલની રજુઆતના પગલે આ ગુનાની તપાસ જિલ્લા એસ.ઓ.જી.પોલીસને સોંપાઇ છે. આ ચકચારી બનાવની વિગત મુજબ ઓલપાડ તાલુકાના સરોલી ગામના અમિષ પટેલનું ગત શનિવાર, તા.12ના રોજ તાલુકાના અરીયાણા ગામે કાર અકસ્માતમાં મોત થયું હતું. આ મોતની ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ મૃતકના પરિવારજનોને અમિષ પટેલના અકસ્માત મોત પહેલા મળેલ મોબાઇલ ઓડિયો ક્લીપ માં મને આ લોકો મારી નાંખવાનાનું મોબાઇલ રેર્કોડીંગ અને સીસી.ટીવી.કેમેરાની ફૂટેજ મળી આવતા પરિવારે તેમની હત્યા થઇ હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી. પરિવાર અને કોળીસેનાના અગ્રણીઓએે આ શંકાસ્પદ મોતમાં દિહેણ ગામે શ્રી ગણેશજીના આગમન સમયે રોડ પરથી પસાર થતા 25થી વધુ લોકોના ટોળા સાથે પાંચ શકમંદ ઇસમો જવાબદાર હોવાથી તેઓ સામે હત્યાનો ગુનો નોંધવા પોલીસ અરજી આપી હતી.જો કે ત્યારપછી પણ ઓલપાડ પોલીસે કોઇ નક્કર કાર્યવાહી ન કરતા સરોલી ગ્રામજનો અને તળપદો કોળી પટેલ સમાજના લોકો વિર્ફ્યા હતા અને બુધવારે ઓલપાડ પોલીસ મથકે ઘસી આવ્યા હતા. આ મામલે મૃતકના નાનાભાઇ નલીન પટેલ અને.અમિષ પટેલની દિકરી ધ્રુવી પણ પિતાને ન્યાય અપાવવા પોલીસ મથકે પહોંચી હતી જ્યાં રણચંદી બનેલ મહિલાઓ અને કોળી સમાજના અગ્રણીઓએ ત્યાં ઉપસ્થિત ઓલપાડ તા.પં.ના પ્રમુખ પિયુષ પટેલેને આડે હાથે લીધા હતા અને કહ્યું કે અત્યારે જ હત્યાની એફ્.આર.આઇ.નોંધાવો અને અમોને નકલ અપાવો .જ્યારે સરોલીના માજી સરપંચ મુકેશ પટેલે પિયુષ પટેલ ઉપર આરોપ લગાવ્યો હતો કે, તમે પોલીસે અટકાયત કરેલ શકમંદ આરોપીઓને તમે મોડી રાત્રે કારમાં પોલીસ લઈ ગયા હતા અને સવારે ફરીથી પોલીસ મથકે લાવ્યા હતા.જેથી પોલીસે પિયુષ પટેલની ભૂમિકાની પણ તપાસ કરવા અને તેમના રાજીનામાંની માંગ પરિવારજનો સાથે કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *