Surat: ઉન-વાંઝ ઇક્લેરા વિસ્તારમાં 10 એકરમાં ફેલાયેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં ભીષણ આગ,20 કલાક બાદ પણ આગ બેકાબૂ

📅 Published: November 15, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલા વાંઝ ઇક્લેરા પાસે ખાનગી વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અંદાજે 10 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં લાગેલી આગ 20 કલાક વીતી ગયા બાદ પણ બેકાબૂ છે અને હજુ સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નથી. ગોડાઉનમાં મોટા પાયે વેસ્ટેજ કાપડનો જથ્થો હોવાથી આગ વારંવાર ભભૂકી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે આટલી મોટી આગની ઘટનામાં સદનસીબે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

ખાનગી વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં વિકરાળ આગ

પ્રાથમિક વિગતો મુજબ, ઉન વિસ્તારમાં વાંઝ ઇક્લેરા પાસે આવેલા ખાનગી કાપડના ગોડાઉનમાં ગઈકાલે સવારે અંદાજે 8:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનું અનુમાન છે, જે અંગે ફાયર વિભાગને સવારે 10:10 વાગ્યે જાણ કરવામાં આવી હતી.આ સમગ્ર ગોડાઉન 10 એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે અને તેમાં વેસ્ટેજ કાપડનો મોટો જથ્થો સંગ્રહાયેલો છે, જેના કારણે એક તરફ આગ બુઝાવવામાં આવે ત્યાં બીજી તરફ આગ વારંવાર લાગી રહી છે.

100થી વધુ ફાયર જવાનો દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો

 આગની વિકરાળતાને જોતાં ઘટનાસ્થળે હાલ પણ 25થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. 100થી વધુ ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 20 કલાકથી ચાલી રહેલા આ ભીષણ અગ્નિકાંડમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, જે તંત્ર અને સ્થાનિક લોકો માટે મોટી રાહતની બાબત છે.

આ પણ વાંચો: Surat: પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના B6 કોચમાંથી ₹8.55 લાખની કિંમતનો 17.115 કિલો બિનવારસી ગાંજો ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *