Surat: ઓેપલાડના પીઆઈ જાદવના પુત્ર રૂદ્રને સ્કેટીંગમાં ગોલ્ડ, કરાટેમાં બ્રોન્ઝ મેડલ

📅 Published: August 19, 2026 | 📂 Category: Surat

સાંધીએર : ઓલપાડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવના 10 વર્ષીય પુત્ર રૂદ્ર અને 14 વર્ષીય પુત્રી નિષ્ઠાએ રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયન શિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.આ ઉપરાંત રૂદ્રએ સ્કેટીંગમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે.

રૂદ્રએ તા. 15મી ઓગસ્ટે 370 કિમીની મુસાફરી કરી આણંદમાં બ્રોન્ઝ સુરત શોટોકન કરાટે ક્લબ ખાતે યોજાયેલી ‘થ્રી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સ્કેટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો. ડિસેમ્બર-2024માં પણ રૂદ્રએ સ્કેટિંગમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયન શીપમાં 17 વર્ષીય પુત્રી યશ્વિએ સિલ્વર મેડલ તથા નિષ્ઠા જાદવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો .આ સિવાય ઓગસ્ટ-2024માં ન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની ‘ઓલ ઇન્ડીયા ઇન્ડીપેન્ડેન્સ કપ કરાટે ચેમ્પિયન શીપમાં યશ્વી જાદવો બ્લેક બેલ્ટ હાંસલ કરી ગોલ્ડ-21, સિલ્વર-10 ,બ્રોન્ઝ-9 મળી કુલ-40 મેડલો મેળવ્યા હતા. જ્યારે નાની દિકરી નિષ્ઠા જાદવે ગ્રપીન બેલ્ટ હાંસલ કરી ગોલ્ડ-4, સિલ્વર-3, બ્રોન્ઝ-2 મળી કુલ-09 મેડલો મેળવ્યા હતા. આ ઉપરાંત પીઆઇ ચેતન જાદવ પણ તેમની પોલીસ ફરજ દરમ્યાન શ્રોષ્ઠ કામષીરી બદલ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ‘મેડલ ફોર એક્સ્ટ્રા ઓર્ડીનરી ઈન્ટેલીજન્સ-2020’ એવોર્ડથી સન્માન મેળવી ચુક્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *