પલસાણા તાલુકાના કડોદરા ખાતે સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ મહિલાઓ અને શહેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉમદા હેતુથી સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કડોદરા નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરના મેદાન ખાતે યોજાયેલા આ સાત દિવસીય મેળાનો પ્રારંભ કડોદરા નગરપાલિકાના પ્રમુખ રામભાઈ ચોસલા અને ઉપપ્રમુખ અમિષાબેન મૈસૂરિયાના હસ્તે કરાયો હતો. કડોદરા નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર પ્રણવ ચૌધરીએ જણાવ્યું હતું કે, સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓ, હસ્તકલાની કૃતિઓ અને સ્થાનિક ઉત્પાદનોને બજાર પૂરું પાડવું આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સાથે જ શહેરી ફેરિયાઓને પણ પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય તક મળે તે દિશામાં આ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Kadodara, Swadeshi, Women, Employment
