Surat: કડોદ સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો : આસપાસના ગામના 189 દર્દીએ લાભ લીધો

📅 Published: August 13, 2026 | 📂 Category: Surat

કડોદ : કડોદમાં સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને તેજસ્વ આંખની હોસ્પિટલ, માંડવી તથા અમેરિકા રહેતા કેયૂરી મુકુલ ગાંધીના સૌજન્યથી તથા કડોદની દામોદરદાસ ગાંધી હોસ્પિટલના સહયોગથી યોજાયેલા નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કૅમ્પમાં કડોદ અને આજુબાજુનાં ગામડાંઓમાંથી 189 જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો. આ કૅમ્પમાંથી 35 જેટલા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન તથા 11 જેટલા દર્દીઓને અન્ય ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. ઉપરાંત 113 દર્દીઓને આંખના નંબરની તપાસ કરાવી નિઃશુલ્ક નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *