Surat: કામરેજમાં એક્સપ્રેસ વે પરથી દારૂની મોટી ખેપ ઝડપાઈ, સ્ટેટ મોનિટરિંગ સેલના સપાટાથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

📅 Published: October 11, 2026 | 📂 Category: Surat

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સુરત ગ્રામ્ય પોલીસ હદ વિસ્તારમાં આવેલા કામરેજ પંથકમાં દરોડો પાડીને વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક્સપ્રેસ હાઈવે NE-4 પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક બોલેરો પીકઅપ ગાડીને કોર્ડન કરીને તલાશી લેતાં તેમાંથી મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. એસએમસીની ટીમે વાહનચાલકની ધરપકડ કરી કુલ ₹28.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

દિગસ ગામ નજીક વોચ ગોઠવી બોલેરો પીકઅપ ઝડપી પાડી

સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે કામરેજના દિગસ ગામ પાસે વ્યૂહાત્મક નાકાબંધી કરવામાં આવી હતી.એક્સપ્રેસ હાઈવે NE-4 પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી બોલેરો પીકઅપ ગાડીને પોલીસે ઈશારો કરીને અટકાવી હતી. વાહનના પાછળના ભાગે ગુપ્ત રીતે છુપાવવામાં આવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેની ગણતરી કરતાં ₹20 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું.

બોલેરો પીકઅપ ચાલકની ધરપકડ

કાર્યવાહી દરમિયાન એસએમસીની ટીમે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.20 લાખથી વધુનો વિદેશી દારૂ, ગુનામાં વપરાયેલી બોલેરો પીકઅપ ગાડી, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળીને કુલ ₹28,66,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.ઘટનાસ્થળેથી જ બોલેરો પીકઅપ ચલાવી રહેલા ડ્રાઈવરને દબોચી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Morbi: ગેમમાં પૈસા હારી જતાં માથે દેવાનો ડુંગર ખડકાયો; ઘણાંદ ગામના પરિવારે આશાસ્પદ પુત્ર ગુમાવ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *