Surat: કીમમાં રસ્તે અડિંગો જમાવતા અને રખડતા ઢોરોને ગ્રામ પંચાયત પકડશે

📅 Published: August 30, 2026 | 📂 Category: Surat

કીમ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી કીમ વિસ્તારનાં જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવી ટ્રાફિક માટે અડચણરૂપ બનતા અને રોજીંદા અકસ્માતો માટે કારણભૂત રખડતા ઢોરોને પકડવાની કામગીરી ગ્રામ પંચાયત કરશે.

કીમનાં મુખ્ય રસ્તાઓ ઉપર વહેલી સવારથી મોડી સાંજ સુધી પડયા પાથર્યા રહેતા ઢોરોના માલિકોને કીમ ગ્રામ પંચાયત દ્વારા અંતિમ સૂચના આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં રસ્તાની વચોવચ અડચણરૂપ અડીંગો જમાવતા ઢોરોને જે તે માલિકો દ્વારા લઇ જવામાં નહીં આવશે તેવા જવાબદારો સામે કીમ પંચાયત દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કીમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં બ્રિજની બંને બાજુ રોડ સાઇડે ટ્રાફિકને અવરોધતા રખડતા ઢોરનાં ત્રાસનાં પગલે કીમમાં છાશવારે અકસ્માતો સર્જાય રહ્યા છે. કીમ વિભાગની સોસાયટીઓ સુધી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. લોકો ત્રાસી ગયા છે. કીમની પ્રમુખ સમસ્યાઓ પૈકી ઉપરોક્ત સમસ્યાનાં નિકાલ માટે કીમ પંચાયત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *