Surat કીમમાં 11 તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, માસીના ઘરે જ ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો

📅 Published: August 23, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા કીમ વિસ્તારના શિવાજી નગરમાં તાજેતરમાં 11 તોલા સોનાના દાગીના અને મોટી રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી હતી. આ ગંભીર ચોરીના મામલે કીમ પોલીસે ત્વરિત અને સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ સમગ્ર ચોરીનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે.

સગા ભત્રીજાએ જ માસીના ઘરમાં આચરી હતી ચોરી

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેમાં પીડિત મહિલાના સગા ભત્રીજા દીપક મહાજન જ માસીના ઘરે સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ગુનો આચર્યા બાદ આરોપી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. કીમ પોલીસે લોકેશન અને બાતમીના આધારે આરોપી ભત્રીજા દીપક મહાજનને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડી તેની પાસેથી રૂ.5 લાખની રોકડ રકમ રિકવર કરી છે.

સોનાના વેપારીની પણ ધરપકડ અને 4 દિવસના રિમાન્ડ

તપાસ દરમિયાન ચોરી કરેલું 11 તોલા સોનું મહારાષ્ટ્રના ધરણગાંવ ખાતે આવેલા રુદ્ર જ્વેલર્સના સોનીને વેચવામાં આવ્યું હોવાની વિગત ખૂલતાં પોલીસે સોનું ખરીદનાર વેપારીની પણ ધરપકડ કરી છે. કીમ પોલીસે મુખ્ય આરોપી ભત્રીજા અને સોનાના વેપારી બંનેને ઓલપાડ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : ગોતા સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *