Surat: કીમ-કોસંબામાં ફૂડ વિભાગનું ચેકિંગ શંકાસ્પદ પેંડા અને બળેલું તેલ મળ્યું

📅 Published: August 30, 2026 | 📂 Category: Surat

કીમ : સુરત ગ્રામ્ય વિસ્તારમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે કોઇ ચેડાં ન થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કીમ-કોસંબા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારો દરમ્યાન લોકો મોટા પ્રમાણમાં મીઠાઇ તેમજ ખાદ્ય સામગ્રીની ખરીદી કરતા હોય છે, જેને ધ્યાને રાખી કીમ વિસ્તારમાં આવેલી મીઠાઇની 12 દુકાનો અને તહેવારો નિમિતે ઊભા કરાયેલા ટેમ્પરરી સ્ટોલ પર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે ઓચિંતી તપાસ શરૂ કરી હતી. આશરે 3 2 જેટલી મીઠાઇનાં નમૂના તેમજ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. આ આકસ્મિક તપાસ દરમ્યાન ગુણવત્તા અંગે શંકાસ્પદ જણાયેલા કેટલાક કિલો પેંડા તેમજ ખાદ્યપદાર્થો બનાવવા માટે વપરાયેલુ 5 લિટર બળેલું તેલ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે કીમ વિભાગમાં હજુ પણ કેટલીક મીઠાઇની દુકાનો અને હોટલોવાસી મીઠાઇઓ અને બળેલા તેલમાં તળેલું ફરસાણ વેચાતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે આ ચેકીંગ કરાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *