કીમ નજીક નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘટનાના પગલે નાસભાગ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કીમ નજીક નવાપરા જીઆઇડીસીમાં આવેલી વિશાલ પોલીફાઇબર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નિયમિત ઉત્પાદન અને મશીનરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જીઆઇડીસી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડની ટીમોને કરવામાં આવતા બનાવના સ્થળે દોડી આવેલી સુમિલોન અને માંગરોળ ફાયરબ્રિગેડની ટીમે અંદાજિત 22થી 25 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે ઉપરોક્ત આગની ઘટનામાં કોઇ જાનહાનિ નહીં થતા કંપની સૂત્રોએ રાહતનો દમ લીધો હતો.
Surat : કીમ નજીક નવાપરા GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી
📅 Published: September 16, 2026 |
📂 Category: Surat
