Surat :ખટોદરામાં હેવાનિયતની હદ વટાવી, 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસની પકડમાં

📅 Published: September 14, 2026 | 📂 Category: Surat

સુરતના ખટોદરા વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પ્રભુદર્શન ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટના જરીના કારખાનામાં બનેલી ઘટનામાં ખટોદરા પોલીસે 22 વર્ષીય ધિરેન ઉર્ફે બાબુ જયસેન ડાકુઆની ધરપકડ કરી છે.

કારખાનામાં રમતી બાળકીને રૂમમાં લઈ ગયો

પોલીસ ફરિયાદ મુજબ, 11 સપ્ટેમ્બરના રોજ સવારે 9:45થી સાંજે 6:30 વાગ્યા દરમિયાન બાળકી કારખાનામાં કપડાં બદલવાના રૂમની બહાર રમી રહી હતી. આ દરમિયાન આરોપીએ માતા-પિતાની ગેરહાજરીનો લાભ લઈ બાળકીને રૂમમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. બાળકીના માતા-પિતા પણ આ જ કારખાનામાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

દોઢ મહિનાથી ગેરવર્તણૂક કરતો હોવાનો આક્ષેપ

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી છેલ્લા દોઢ મહિનાથી બાળકી સાથે ગેરવર્તણૂક અને અડપલાં કરતો હતો. દુષ્કર્મ બાદ બાળકી કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે.

માતાની ફરિયાદ બાદ પોલીસની તાત્કાલિક કાર્યવાહી

ઘટનાની જાણ બાળકીની માતાને થતાં તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. માતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપી ફરાર થાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીની સુરક્ષા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચો :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *