Surat: ગણેશ વિસર્જન માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્તનું આયોજન; 25 સપ્ટેમ્બરે 90 હજારથી વધુ પ્રતિમાઓનું થશે વિસર્જન

📅 Published: September 23, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં ગણેશ વિસર્જન પર્વ શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા અભૂતપૂર્વ અને તડામાર તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આગામી 24 સપ્ટેમ્બરે શહેરમાંથી નાની-મોટી મળીને આશરે 90 હજાર જેટલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ માટે કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા 21 કૃત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારા ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં વિસર્જન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 14 મોટી ક્રેન અને 3 બોટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ગણેશ વિસર્જન માટે સુરત પોલીસની તડામાર તૈયારીઓ

વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરક્ષાનું મજબૂત ત્રિસ્તરીય કવચ ઊભું કરાયું છે. જેમાં ૫૦૦થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, 5800થી વધુ ચુસ્ત પોલીસ જવાનો, 4000 હોમગાર્ડ, 1469 TRB જવાનો તેમજ SRPની 11 કંપનીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારો માટે RAFની 2, CISFની 1 અને BSFની 1 વિશેષ ટુકડી ખડેપગે રહેશે. સાથે જ 7 QRT, ક્રાઇમ બ્રાન્ચની 15 અને SOGની 10 વિશેષ ટીમ સાથે 7 વજ્ર વાહન અને 1 વરુણ વાહન પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ડ્રોન, AI કેમેરા અને GPS ટ્રેકિંગથી બાજ નજર

સુરત પોલીસે આ વખતે હાઇટેક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કર્યો છે. વિસર્જન રૂટ પર આવેલા 450 જેટલા ધાબા પોઇન્ટ પરથી નિરીક્ષણ કરવામાં આવશે, જ્યારે 20 ડ્રોન કેમેરા, 150 AI કેમેરા, 3000 CCTV, 900 બોડી વોર્ન કેમેરા અને 125 વીડિયો કેમેરા દ્વારા પળેપળની હિલચાલ પર બાજ નજર રખાશે. મોટા ગણપતિ આયોજકોના વાહનો પર GPS સિસ્ટમ લગાવાઈ છે જેથી રિયલ ટાઇમ ટ્રેકિંગ થઈ શકે. શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો ધ્યાને લઈ શહેરમાં 25 જેટલા માર્ગો ડાયવર્ટ કરાયા છે અને 326 પેટ્રોલિંગ ગાડીઓ તથા ૫૩૦ બાઇક સાથે 1800થી વધુ સોલ્ડર લાઇટ ધરાવતા જવાનો સતત ગસ્ત લગાવશે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાએ 14 કરોડથી વધુ રકમ પરત કરી PI પદેથી રાજીનામું આપ્યું; નિવૃત્ત જજની તપાસ કમિટી વચ્ચે ભરેલું પગલું!



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *