Surat: ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડના ઉઘરાણા બંધ કરો; ધારાસભ્ય કાનાણીએ પોલીસની કામગીરી સામે બળવો પોકાર્યો

📅 Published: September 30, 2026 | 📂 Category: Surat

સુરતની વરાછા વિધાનસભાના અગ્રણી ધારાસભ્ય કુમાર કાનાણી પોતાની જ સરકાર અને તંત્ર સામે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે જાણીતા છે. ત્યારે તેમણે ફરી એકવાર સુરત પોલીસ કમિશનરને પત્ર લખીને ‘લેટર બોમ્બ’ ફોડ્યો છે. કાનાણીએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે વરાછા વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સુચારુ કરવાનો કે સિગ્નલોનું અમલીકરણ કરાવવાનો કોઈ પ્રયાસ થતો નથી, પરંતુ તેની જગ્યાએ માત્ર ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડના ઉઘરાણા કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.

ધારાસભ્ય કુમાર કાનાણીનો સુરત પોલીસ કમિશનરને પત્ર

ધારાસભ્યએ પત્રમાં ચોંકાવનારા સવાલો ઉઠાવતા લખ્યું છે કે, કરોડોના ખર્ચે બનેલા ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટનું બાળમરણ થઈ ગયું છે. સિગ્નલોનું યોગ્ય મેન્ટેનન્સ થતું નથી અને ટાઇમિંગના કોઈ ઠેકાણા નથી. જે લોકો ખુલ્લેઆમ સિગ્નલ તોડી રહ્યા છે તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી અને જવાબદાર પોલીસ માત્ર દંડ વસૂલવામાં મસ્ત છે.

કુમાર કાનાણીએ પત્રમાં ઉઠાવેલા 8 મુખ્ય સવાલો

 ટ્રાફિક સિગ્નલના ટાઇમિંગના ઠેકાણા નથી અને પ્રોજેક્ટનું બાળમરણ થયું છે, તેનું શું? પ્રતિબંધિત સમયમાં રોડ પર બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરો સામે કાર્યવાહી કેમ નહીં? રેતી અને માટી ભરીને ઉડતી ધૂળ સાથે દોડતા વાહનો સામે કડક પગલાં કેમ નહીં? પ્રાઇવેટ બસો અને મોટા વાહનો બેફામ એર હોર્ન વગાડી લોકોને પરેશાન કરે છે, તેમની સામે એક્શન કેમ નહીં? તમામ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કેમ નહીં?નંબર પ્લેટ વગરની અને ક્ષમતા કરતા વધુ પેસેન્જરો ભરતી રિક્ષાઓ સામે કેમ મૌન? ત્રણ રસ્તા અને ચાર રસ્તા પર રોડ બંધ કરીને ઊભી રહેતી રિક્ષાઓ સામે કાર્યવાહી કેમ નહીં?રસ્તા પરના અસહ્ય દબાણોના કારણે સર્જાતો ટ્રાફિક દૂર કરવાની કામગીરી પોલીસ કેમ કરતી નથી?.

આ પણ વાંચો: Amreli: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર! ખેડૂતોમાં હરખની હેલી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *