Surat: ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 4. 69 લાખની ઠગાઈ, વિશ્વાસ કેળવી ગ્રે કાપડ મેળવ્યા બાદ ફરાર થઈ ગયો

📅 Published: August 29, 2026 | 📂 Category: Surat

સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે માલ ખરીદીને પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ આચરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો સલાબતપુરા પોલીસ મથકની હદમાં નોંધાયો હતો, જેમાં એક કાપડ દલાલે વેપારીનો વિશ્વાસ જીતીને રૂ. 4.69 લાખની મત્તાનો ગ્રે કાપડનો જથ્થો મેળવી લીધો હતો.

ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 4.69 લાખની ઠગાઈ

માલ મેળવ્યા બાદ નિશ્ચિત સમયમર્યાદામાં પેમેન્ટ ચૂકવવાનું વચન આપનાર દલાલે અચાનક જ પોતાનો મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો અને રાતોરાત છૂમંતર થઈ ગયો હતો. વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે આંગણે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી આરોપી દલાલની શોધખોળ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસને માહિતી મળી હતી કે આરોપી અમદાવાદ ખાતે છુપાયેલો છે.

સલાબતપુરા પોલીસે આરોપીને દબોચી લીધો

માહિતી મળતાં જ સલાબતપુરા પોલીસની ટીમે અમદાવાદ ખાતે દરોડો પાડીને આરોપી મહેશ ઉર્ફે ભુરો ભેરૂલાલ લાલચંદ ખેમનાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને સુરત લાવીને તેની વિરુદ્ધ આગળની કાયદેસરની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ વેપારીઓ સાથે તેણે આવી ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gandhinagar: PM મોદીની 8 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાત, વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે લોકાર્પણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *