Surat: ટેક્સટાઇલ માર્કેટમાં મોઢે રૂમાલ બાંધી આવ્યો, આગ લગાવી બાઈક પર ફરાર; આરોપીના CCTV સામે આવ્યા

📅 Published: September 19, 2026 | 📂 Category: Surat

સુરતના સરોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાવવાના મામલે પોલીસ તપાસમાં મહત્વની કડી સામે આવી છે. માર્કેટમાં આગ લગાવનાર શખ્સના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં આરોપી મોઢે રૂમાલ બાંધીને માર્કેટમાં પ્રવેશ કરતો અને ત્યારબાદ આગ લગાવીને ફરાર થતો હોવાનું સામે આવ્યું છે.

મોઢે રૂમાલ બાંધી માર્કેટમાં પહોંચ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાવનાર શખ્સે પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. માર્કેટમાં પ્રવેશ કર્યા બાદ તેણે આગ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

વિનોદ સાવલેનું નામ તપાસમાં સામે આવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં આગ લગાવનાર તરીકે વિનોદ સાવલેનું નામ સામે આવ્યું છે. તે ડીંડોલી વિસ્તારમાં રહેતો હોવાનું અને મૂળ મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળ્યું છે.

આગ લગાવી બાઈક પર કડોદરા તરફ ભાગ્યો

માર્કેટમાં આગ લગાવ્યા બાદ આરોપી બાઈક લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં તે કડોદરા તરફ ભાગ્યો હોવાની વિગતો સામે આવી છે. CCTV સહિતના પુરાવાના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

થોડા મહિના પહેલા માર્કેટમાં કરતો હતો કામ

તપાસમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. વિનોદ સાવલે થોડા મહિના પહેલા શ્યામ સંગીની માર્કેટના 6 માળે આવેલી એક દુકાનમાં કામ કરતો હતો. જેના કારણે તેને માર્કેટની અંદરની વ્યવસ્થા અને દુકાનો અંગે જાણકારી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.

આગ પાછળ સોપારી કે જૂની દુશ્મની?

પોલીસ હવે આગ લગાવવાના કારણની પણ તપાસ કરી રહી છે. કોઈ વેપારીએ સોપારી આપીને આગ લગાવડાવી છે કે પછી કોઈ વ્યક્તિગત દુશ્મનીના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. જોકે આ અંગેનું કારણ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.

બે ટીમો બનાવી બહારના રાજ્યોમાં તપાસ

સરોલી પોલીસે તપાસ માટે 2 અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસની ટીમો બહારના રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે. CCTV ફૂટેજ, આરોપીની હિલચાલ અને તેની અગાઉની નોકરી સહિતની કડીઓને જોડીને સમગ્ર મામલાની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.  

આ પણ વાંચો   :    Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે ‘અર્નવ’ વાવાઝોડું..!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *