Surat : ડુમસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ: 8 મહિલા સહિત 20 લોકોની અટકાયત

📅 Published: August 15, 2026 | 📂 Category: Surat

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે મોડીરાત્રે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. 14 ઓગસ્ટની રાત્રે ડુમસ રોડ પર આવેલી ‘બાપુજીની વાડી’માં ‘જશ્ન’ બંગલામાં જન્મદિવસની ઉજવણીના નામે આ દારૂ પાર્ટી ચાલી રહી હતી.

Surat Crime: High-Profile Liquor Party Raided in Dumas, 8 Women Among 20 Detained, ₹35 Lakh Property Seized

ખાસ ગેમ રમીને દારૂ પીવાતો હતો

પોલીસના દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ખાસ ગેમ રમીને દારૂ પીવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાસ્થળેથી કેક પર બર્થડે ગર્લનો ફોટો પણ મળી આવ્યો હતો તેમજ પુરાવા નાશ કરવાના ઈરાદાથી દારૂની બોટલ સળગેલી હાલતમાં મળી આવી હતી. આ સિવાય ફાર્મ હાઉસમાંથી મોંઘીદાટ ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે.

Surat Crime: High-Profile Liquor Party Raided in Dumas, 8 Women Among 20 Detained, ₹35 Lakh Property Seized

મહેફિલ માણી રહેલી 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત

ડુમસ પોલીસે દરોડા દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલી 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરી છે. ઝડપાયેલા તમામ લોકોને તબીબી તપાસ (મેડિકલ ચેકઅપ) માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 

Surat Crime: High-Profile Liquor Party Raided in Dumas, 8 Women Among 20 Detained, ₹35 Lakh Property Seized

35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત 

પોલીસે આ સમગ્ર દરોડા દરમિયાન ગાડીઓ અને દારૂના જથ્થા સહિત કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

નિધિ જરીવાલાની બર્થડે પાર્ટી હતી


 


સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી ‘બાપુજીની વાડી’ ફાર્મ હાઉસમાં ચાલેલી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી અંગે ACP શ્વેતા ડેનિયલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા દરોડામાં 8 મહિલાઓ અને 14 યુવકો મળી કુલ 22 લોકોની અટકાયત કરવામાં આવી છે. નિધિ જરીવાલા નામની યુવતીના જન્મદિવસે તેના મિત્ર મંડળ દ્વારા આ પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં સામેલ લોકો અલગ-અલગ સેક્ટરમાં કામ કરે છે તેમજ કેટલાક કોલેજ સ્ટુડન્ટ્સ છે. બર્થ ડે પાર્ટી દરમિયાન રમતો પણ રમાડવામાં આવી રહી હતી. પોલીસે સ્થળ પરથી 1 વ્હિસ્કી બોટલ, 5 અડધી બોટલ, 9 ફોર વ્હીલ કાર અને 24 મોબાઇલ સહિત કુલ Rs 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરવા સાથે ફાર્મ હાઉસના માલિકનું પણ નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

 આ પણ વાંચો  :   Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *