Surat : ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ: 1.61 લાખના MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

📅 Published: August 14, 2026 | 📂 Category: Surat

સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી સુરત સુધી ધમધમતા આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય નેટવર્ક પર ત્રાટકીને એક મોટી સફળતા હાસિલ કરી છે. પોલીસે મિઢોળા બ્રિજ પાસે સઘન ચેકિંગ અને દરોડો પાડીને તૌકીર ઉર્ફે બિલ્લા નામના એક શાતિર ડ્રગ પેડલરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી 53.770 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 1,61,૩10 થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબ્જે કરી છે.

છોટુ નામના મુખ્ય સપ્લાયર પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ઝડપાયેલો આરોપી તૌકીર રાઈશ ખાન મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો વતની છે અને હાલ સુરતમાં ઉન પાટીયા ખાતે રહેતો હતો. તે મુંબઈના ધારાાવી વિસ્તારમાંથી સમીર ઉર્ફે છોટુ નામના મુખ્ય સપ્લાયર પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. આરોપી બાંદ્રાથી ટ્રેન મારફતે નવસારી થઈને સુરત પહોંચ્યો હતો, પરંતુ તે શહેરમાં ડ્રગ્સ પહોંચાડે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો.

આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ઊંડી તપાસ શરુ 

આ કેસમાં પોલીસે સુરત ઉનગામના યાસીન શેખ અને મુંબઈના મુખ્ય ડ્રગ સપ્લાયર સમીર ઉર્ફે છોટુને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ઊંડી તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તથા સુરતમાં આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં કડીઓ મેળવવા તજવીજ તેજ કરી છે. 

આ પણ વાંચો   :   Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની  


આ પણ વાંચો     :  Vadodara : એક ફ્લેટ… અનેક યુવતીઓ… ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો   


આ પણ વાંચો     :   Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *