Surat: દિવાળીની ઉજવણીમાં ફટાકડા બન્યા જોખમી; 10 દિવસમાં 50 લોકો દાઝ્યા

📅 Published: November 14, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ આનંદ-ઉલ્લાસ વચ્ચે ફટાકડા ફોડતી વખતે રાખવામાં આવેલી બેદરકારીના કારણે દાઝી જવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ, તારીખ 4 નવેમ્બરથી 13 નવેમ્બર એમ 10 દિવસના તહેવારોના ગાળા દરમિયાન ફટાકડાથી દાઝવાના કુલ 50 કેસ નોંધાયા છે. ખાસ કરીને દિવાળીની રાત્રે જ સૌથી વધુ દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જેમાં 26 જેટલા માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે.

સુરતમાં ફટાકડાથી દાઝવાના ચોંકાવનારા આંકડા

 દિવાળી પર્વની શરૂઆતથી લઈને 4 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન ફટાકડા ફોડતી વખતે અકસ્માતે દાઝી ગયેલા કુલ 50 દર્દીઓ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.તહેવારના મુખ્ય દિવસે એટલે કે દિવાળીની રાત્રે જ ફટાકડાથી દાઝવાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 26 બાળકો સહિત મોટી સંખ્યામાં દર્દીઓ ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા.

તહેવારોને લઈને પહેલેથી જ વિશેષ તૈયારીઓ

 હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા તહેવારોને લઈને પહેલેથી જ વિશેષ તૈયારીઓ રાખવામાં આવી હતી, જેથી દાઝીને આવેલા તમામ 50 દર્દીઓને ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક પ્રાથમિક અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. કુલ 50 દર્દીઓ પૈકી સામાન્ય દાઝેલા દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 7 દર્દીઓ વધુ ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમની હાલત જોતાં તેમને હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Washington:અમેરિકાનું આખું આકાશ થંભી ગયું! FAA દ્વારા દેશભરમાં તમામ ફ્લાઇટ્સ સ્થગિત, 9/11 બાદ દુર્લભ ઘટના


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *