Surat: દુબઈમાં છુપાયેલો રૂા. 42 લાખના સાયબર અને કરોડોના ડાયમંડ ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

📅 Published: August 14, 2026 | 📂 Category: Surat

છેલ્લાં એક વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતા અને નેપાળ બોર્ડર પાર કરી ચોરીછૂપીથી સુરત આવેલા ઠગબાજ નીતિન ઉર્ફે કાનાને સાયબર સેલે પકડી પાડયો હતો. આરોપી રૂ. 42.28 લાખના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ તેમજ રૂ. 4.80 કરોડના હીરાની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો.

મળતી વિગતો પ્રમાણે એક વર્ષથી વોન્ટેડ આરોપી નીતિન ઉર્ફે કાનાને પકડવા વર્કઆઉટ શરૂ કરાયું હતુ. દરમિયાન સાયબર સેલને બાતમી મળી હતી કે, નીતિન ઉર્ફે કાનો દુબઈથી ફ્લાઈટ મારફતે નેપાળ પહોંચ્યો હતો અને ત્યાંથી બસ દ્વારા દિલ્હી, અમદાવાદ થઈને સુરત આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી નીતિન ઉર્ફે કાનો પ્રભુભાઇ વડચકેને પકડી પાડયો હતો.

સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું હતુ કે, આરોપી નીતિન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો માસ્ટરમાઇન્ડ છે. તે અગાઉ પકડાયેલા બેંક મેનેજર સાથે મળી મની મ્યુલ બેંક એકાઉન્ટ્સ ખોલાવતો હતો. આ માટે મેનેજરને રૂ. 1.20 લાખ કમિશન આપવાનું નક્કી કરાયું હતું, જેમાં રૂ. 60,000 એડવાન્સ પણ ચૂકવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *