Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ

📅 Published: August 31, 2026 | 📂 Category: Surat

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતાં ચેડાંનો એક ચોંકાવનારો વીડિયો શનિવારે વહેલી સવારે સામે આવ્યો હતો. પ્લેટફોર્મ પર આવેલા એક ફૂડ સ્ટોલના ડિસ્પ્લે કાચની અંદર તાજા પફ પર એક ઉંદર નિશ્ચિંત બનીને મોજથી પફ ખાતો કેમેરામાં કેદ થયો હતો. સ્ટેશન પર હાજર એક જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધું હતું.

સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ

આ વીડિયો વાઇરલ થતાં જ પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. રેલવે પ્રશાસને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે સરકારી કે રેલવે તંત્ર આવા બનાવોમાં નાનો-મોટો દંડ ફટકારીને કાગળો બંધ કરી દેતું હોય છે, પરંતુ આ કેસમાં પશ્ચિમ રેલવેએ દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે. રેલવેએ સંચાલક એજન્સી સામે કાયદેસરના પગલાં ભરીને સ્ટોલને કાયમ માટે બંધ કરાવી દીધો છે અને સંબંધિત એજન્સીનો કોન્ટ્રાક્ટ પણ કાયમી ધોરણે રદ કરી નાખ્યો છે.

રેલવેએ દાખલારૂપ કડક એક્શન લીધું

બીજી તરફ, સુરત શહેરમાં છેલ્લા એક જ અઠવાડિયામાં જુદી જુદી હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોમાં જીવાતો, અખાદ્ય વસ્તુઓ અને બેદરકારીના 3 થી 4 બનાવો પ્રકાશમાં આવ્યા છે.પરંતુ સુરત મહાનગરપાલિકા (SMC) નો આરોગ્ય વિભાગ આવી ગંભીર બેદરકારી દાખવનારા વેપારીઓ કે હોટેલો સામે માત્ર મામુલી દંડ કે નોટિસ ફટકારીને સંતોષ માની લે છે. રેલવે તંત્રના આકરા પગલાં બાદ હવે સુરત મનપા પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા સંગ્રહખોરો અને હોટેલ માલિકો સામે આવી જ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Patan: ચાણસ્મા પોલીસે જાહેરમાં માર મારતાં HCની નોટિસ, DGP અને 20થી વધુ પોલીસકર્મીઓને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા આદેશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *