Surat: પલસાણામાં રસીકરણ દરમિયાન ગંભીર બેદરકારી, 5 બાળકોને પેરાસિટામોલની જગ્યાએ અપાઈ ખોટી દવા, હેલ્થ વર્કર સસ્પેન્ડ

📅 Published: September 25, 2026 | 📂 Category: Surat

સુરતના પલસાણામાં રસીકરણ દરમિયાન ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં 5 બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ભૂલથી ગ્લાઇમિપિરાઇડ દવા આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ઘટના સામે આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

5 બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ખોટી દવા આપવામાં આવ્યા બાદ તમામ 5 બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાળકોને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

જવાબદાર મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ

ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક કાર્યવાહીરૂપે બેદરકારી માટે જવાબદાર મહિલા હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગનું સતત મોનિટરિંગ

બાળકોની તબિયત પર આરોગ્ય તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને બેદરકારી માટે જવાબદાર લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી શકે તેવા સંકેતો આપવામાં આવ્યા છે.

દવા બદલાઈ કેવી રીતે? તપાસમાં ખુલશે

પેરાસિટામોલની જગ્યાએ ગ્લાઇમિપિરાઇડ જેવી અલગ દવા બાળકોને કેવી રીતે આપવામાં આવી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને જવાબદારી નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચો   :   Sandesh Indepth : શેષનના ‘બે ગધેડા’થી આજની અસંમતિ સુધી, ચૂંટણી પંચમાં વિવાદોની કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *