Surat: પાસોદરામાં ઓક્સિજન પાર્કના નામે ફોટોસેશન કરાયું, માવજત વિના 12 હજારથી વધુ છોડ સુકાઈ ગયા

📅 Published: September 30, 2026 | 📂 Category: Surat

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણના નામે મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ ચિત્ર બતાવે છે. સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા કોમન પ્લોટોમાં મોટી માત્રામાં વૃક્ષો વાવીને ‘ઓક્સિજન પાર્ક’ બનાવવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, આ યોજના પાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે માત્ર કાગળ પર અને ફોટોસેશન પૂરતી જ સીમિત રહી હોવાનું સામે આવ્યું છે.

ઓક્સિજન પાર્કના નામે મોટી બેદરકારી

પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વન મહોત્સવ કે પ્રોજેક્ટના પ્રારંભ સમયે મોટા ઉપાડે વૃક્ષારોપણ કરીને ફોટોસેશન કરાવવામાં આવ્યું હતું. પરંતુ ફોટોશૂટ પૂર્ણ થયા બાદ આ છોડવાની માવજત કે પાણી આપવાની કોઈ જ તસદી લેવામાં આવી નહોતી. યોગ્ય માવજત અને સંભાળના અભાવે આ પ્લોટમાં વાવવામાં આવેલા અંદાજે 90 ટકા જેટલા છોડ બળીને ખાખ થઈ ગયા છે અને પ્લોટમાં અત્યારે માત્ર નકામું ઘાસ ઉગી નીકળ્યું છે.

યોગ્ય માવજત વિના 90% છોડ બળી ગયા

સ્થાનિક સોર્સ અને અંદાજ મુજબ, આશરે 10 થી 12 હજાર જેટલા નાના-મોટા રોપાઓ યોગ્ય સંભાળ વિના બળી ગયા છે. એટલું જ નહીં, અધિકારીઓની ગંભીર બેદરકારી તો ત્યાં છતી થાય છે કે વાવવા માટે લાવવામાં આવેલા 800 થી 1,000 જેટલા છોડ તો જમીનમાં રોપાયા જ નહીં અને એમના એમ પ્લાસ્ટિકની કોથળીઓમાં જ સુકાઈને કરમાઈ ગયા. પાલિકાના આ દેખાડા અને પ્રજાના ટેક્સના પૈસાના ધુમાડા સામે પાસોદરાના સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat: નજીવી બાબતે ઝઘડો થતાં યુવકની હત્યા કરી ગુજરાતમાં આશરો લીધો; સારોલી પોલીસે આરોપી શિવશંકર સહાનીને ઝડપ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *