Surat: પીપોદરામાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

📅 Published: November 1, 2026 | 📂 Category: Surat

પીપોદરા ગામની સીમમાં કન્યાસી જતા રોડ પર સુખરામ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની પાલોદ પોલીસને બાતમી મળી હતી. પોલીસે ત્યાં દરોડો પાડી જુગાર રમતા (1) બિનિતકુમાર રામજીવન પાંડે (ઉં.વ.31, હાલ રહે. ઘર નં.સી-એચ-1-29, પ્રેમ કોલોની, સુગર રોડ, સાયણ ગામ, તા. ઓલપાડ- મૂળ રહે. યુપી), (2) હિતેષકુમાર રવીન્દ્રભાઇ શિરસાટ (ઉં.વ.27, રહે. શિવદર્શન રેસિડેન્સી, વિભાગ-1, સિવાણ ગામ, તા. ઓલપાડ), (3) સુનીલ બાબુભાઇ વર્મા (ઉં.વ.34, હાલ રહે. મકાન નં-79, પાર્થ રો-હાઉસ, ગણેશ પેટ્રોલપંપની પાછળ, પીપોદરા ગામ, તા. માંગરોળ- મૂળ રહે. યુપી)ની ધરપકડ કરી હતી. પોલીસે જુગારીઓ પાસેથી 21200 રોકડા, 15 હજાર કિંમતનાં ત્રણ મોબાઇલ ફોન મળી કુલ 36200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *