સુરત ગ્રામ્ય વિસ્તારમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી મોબાઇલ ફોનની ચોરી કરતી સુરતની ગેંગેને પોલીસે ઝડપી, ચાર મોબાઇલ ફોન અને રિક્ષા સહિત કુલ એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તાજેતરમાં પીપોદરા વિસ્તારમાંથી બે મુસાફરોને રિક્ષામાં બેસાડી ફોન ચોરનાર ત્રણ શખ્સો રિક્ષા લઇને રાજ હોટલ તરફથી પીપોદરા તરફ આવી રહ્યા હોવાની પાલોડ પોલીસને બાતમી મળી હતી.
પોલીસે કીમ બ્રિજ ઉતરતા શિવ શક્તિ હોટલ સામે નાકાબંધી કરી ત્રણેય ઇસમોને ઝડપી પુછપછ કરતા ઉપરોક્ત બંને ગુનાની કલૂલાત કરી હતી. તેમની પાસેથી પોલીસે 27 હજાર કિંમતનાં ચોરીનાં ચાર મોબાઇલ ફોન, 80 હજાર કિંમતની રીક્ષા નં.જીજે-05-બીવાય-7869 મળી કુલ 1 લાખ 7 હજાર રૂપિયા કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે (1) તોફીક શોકત સૈયદ (ઉ.વ.26 ધંધો શાકભાજી વેચવાનો હાલ રહે શીતલ ચાર રસ્તા બાપુનગર બોરડી વિસ્તાર ઝુપડ પટ્ટી રાંદેર રોડ સુરત મુળ રહે ધુલીયા આઝાદનગર છેલ્લી ગલી મહારાષ્ટ), (2) હુસેનઅલી અયુબ સૈયદ (ઉ.વ.35 ધંધો- રીક્ષા ડ્રાઇવીંગ રહે શીતલ ચાર રસ્તા ઝુપડ પટ્ટી બોરડી વિસ્તાર રાંદેર રોડ સુરત), (3) હનીફ હારૂન શેખ (ઉ.વ.26 ધંધો, મજૂરી હાલ રહે કોસાડ આવાસ અમરોલી સુરત મુળ રહે વરીયાવ ગામ મુસ્લીમ ફળીયુ તા.ઓલપાડ)ની ધરપકડ કરી હતી.
