Surat પોલીસનું દિવાળી પર્વ અગાઉ મોટું એલર્ટ, જ્વેલર્સ, આંગડિયા અને હીરા ઉદ્યોગ માટે 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર

📅 Published: October 24, 2026 | 📂 Category: Surat

ડાયમંડ સિટી સુરતમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તસ્કરો અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે સુરત પોલીસ દ્વારા અત્યંત મહત્વનું સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરતના જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ, બેંકો અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.

24 કલાક CCTV, બ્લાઇન્ડ સ્પોટ નિવારવા અને KYC ફરજિયાત

નવી માર્ગદર્શિકા મુજબ, તમામ પેઢીઓ અને દુકાનોમાં 24 કલાક સીસીટીવી (CCTV) કેમેરા કાર્યરત રાખવા અને કોઈપણ પ્રકારના બ્લાઇન્ડ સ્પોટ વિના કેમેરા ચાલુ રાખી તેનો ક્લાઉડ બેકઅપ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ, ગ્રાહકો અથવા આંગડિયા સ્ટાફનું આઈડી અને વાહન વેરિફિકેશન કર્યા પછી જ પ્રવેશ આપવા તથા જૂના ઘરેણાં ખરીદતી વખતે ગ્રાહકોનું KYC ફરજિયાત કરીને આધાર-પુરાવા તપાસ્યા બાદ જ પાક્કું બિલ બનાવવા વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.

રોકડ અને દાગીનાની હેરાફેરી પર વિશેષ નજર

રોકડ અને કિંમતી હીરા-દાગીનાની હેરાફેરી કરતી વખતે કોઈપણ મોટી રકમ કે માલ ક્યારેય એકલા વ્યક્તિ સાથે ન મોકલવા અને રસ્તાની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જણાય તો કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરવી, જેથી પોલીસ ત્વરિત કાર્યવાહી કરી શકે.

આ પણ વાંચો : Ahmedabad News : રિક્ષાચાલકોના આક્રોશ સામે RTO નું કડક વલણ, ગાઇડલાઇનનો ભંગ કરનાર Ola-Uber-Rapido ને નોટિસ…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *