Surat રેલવે સ્ટેશનની ટ્રાફિક ચોકીમાં મહિલાની સફળ ડિલિવરી, TRB જવાનો બન્યા દેવદૂત!

📅 Published: September 27, 2026 | 📂 Category: Surat

સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી (TRB) જવાનોની સરાહનીય માનવતાભરી કામગીરી સામે આવી છે. અહીં રીજીયન-2 હેઠળ સ્ટેશન ગેટ ટ્રાફિક પોલીસ ચોકી પર ફરજ બજાવતા જવાનોએ તાત્કાલિક મદદ પૂરી પાડીને એક સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી હતી. બપોરે આશરે 3:20 વાગ્યાના સુમારે ગર્ભવતી મહિલાને અચાનક ઉપડેલા અસહ્ય પ્રસવ પીડા દરમિયાન પોલીસ જવાનો દેવદૂત બનીને મદદે આવ્યા હતા.

એમ્બ્યુલન્સમાં વિલંબ અને તાત્કાલિક તબીબી મદદ

મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં જવાનોએ તેને તાત્કાલિક ટ્રાફિક ચોકીમાં સુવડાવી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થતાં મહિલાની સ્થિતિ વધુ નાજુક બની હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને TRB પ્રવીણ જગદીશભાઈ સહિતના સાથી જવાનોએ સમય સૂચકતા દાખવી રેલવેમાંથી મેડિકલ ઓફિસર ડો. કૌશિક પટેલને તાત્કાલિક બોલાવી લીધા હતા.

An example of humanity at Surat Railway Station

માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત

મેડિકલ ઓફિસર અને જવાનોની મદદથી ટ્રાફિક પોલીસ ચોકીમાં જ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. મૂળ મધ્યપ્રદેશના વતની અમલાબેન બળવંતભાઈ વસોનીયાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. ગંભીર પરિસ્થિતિમાં ટ્રાફિક ચોકી જ પ્રસૂતિ સ્થળ બની ગઈ હતી. જવાનો અને ડોક્ટરની ત્વરિત કામગીરીના કારણે માતા અને નવજાત શિશુ બંને સુરક્ષિત છે, જેને પગલે સુરત ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *