Surat: લાજપોર જેલમાં હત્યાના આરોપીનો આપઘાત, સજા ફટકાર્યાના બીજા જ દિવસે ગળે ફાંસો ખાધો

📅 Published: November 3, 2026 | 📂 Category: Surat

સુરત શહેરની મધ્યસ્થ લાજપોર જેલમાંથી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં હત્યાના ગુનામાં સંડોવાયેલા એક કેદીએ જેલના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 37 વર્ષીય કેદી શંભુલાલ આડાને ગઈકાલે જ અદાલત દ્વારા હત્યાના કેસમાં સજા ફટકારવામાં આવી હતી. આ સજા સંભળાવ્યા બાદ કેદીએ આજે જેલ સંકુલના બાથરૂમમાં જઈ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ આકસ્મિક ઘટનાના પગલે સમગ્ર જેલ પ્રશાસનમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

શંભુલાલ આડા સામે હત્યાનો ગુનો નોંધાયેલો હતો

સુરત સ્થિત લાજપોર જેલમાં બનેલી આ સનસનીખેજ ઘટનાની મળતી વિગતો અનુસાર, 37 વર્ષીય આરોપી શંભુલાલ આડા સામે હત્યાનો ગુનો નોંધાયેલો હતો અને તે આ ગંભીર કેસમાં લાજપોર જેલમાં કેદ હતો. 

આરોપી શંભુલાલને સજા ફટકારવામાં આવી

આ કેસની કાનૂની કાર્યવાહી દરમિયાન ગત રોજ અદાલત દ્વારા આરોપી શંભુલાલને સજા ફટકારવામાં આવી હતી. અદાલતી ચુકાદો આવ્યાના ચોવીસ કલાકની અંદર જ આરોપીએ જેલ પરિસરમાં આવેલા બાથરૂમમાં પહોંચીને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. 

કેદીએ ફાંસો લગાવી આપઘાત કર્યો

કેદીએ જેલના બાથરૂમમાં કેદીએ ફાંસો લગાવી આપઘાત કરી લીધાની વાત વાયુવેગે પ્રસરતાં જેલ સ્ટાફ અને અન્ય કેદીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

સચિન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

આ ચકચારી ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સચિન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સચિન પોલીસે લાજપોર જેલમાં પહોંચીને પંચનામા સહિતની પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. 

પોલીસ તપાસ શરુ

પોલીસે આપઘાત કરનાર કેદી શંભુલાલના મૃતદેહને તાત્કાલિક નીચે ઉતારી કાયદેસરનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેલના સંવેદનશીલ વિસ્તાર એવા બાથરૂમમાં કેદી દ્વારા આ રીતે જીવન ટૂંકાવી લેવાના પગલે સચિન પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને આગળની સઘન તપાસનો દોર શરૂ કર્યો છે. કેદીએ કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચો :    Shivpuri: શ્રીકૃષ્ણના સ્વરૂપ પર ટિપ્પણી બદલ ધીરેન્દ્ર શાસ્ત્રીને કાનૂની નોટિસ, 15 દિવસમાં માફીની માંગ

                                


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *